- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
MARKET LENS: NIFTY માટે 23000નું રેઝિસ્ટન્સ અને 22180નો સપોર્ટ વોચમાં રાખો, વેલ્યૂ બાઇંગ વધારતા રહો

NIFTYને 23000થી ઉપર જવા માટે મજબૂત ફોલો-અપ ખરીદીની જરૂર છે, કારણ કે વ્યાપક ટેકનિકલ માળખું નબળું રહે છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 22500 પર રહેશે, ત્યારબાદ 22180 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવી રહ્યા છે.
| STOCKS TO WATHC TODAY: | JIO FINANCE, RIL, IFCI, HCL TECH, City Union Bank, NTPC Green Energy, Cyient, Persistent, Trent, Avenue Supermarts, Canara Robeco AMC, Can Fin Homes, Anand Rathi Wealth, Poonawalla Fincorp, Kalpataru, Lenskart, KEC International, Viviana Power, Bajel Projects |

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારોમાં સળંગ 8 દિવસની મંદીની ચાલ બાદ ટેકનિકલ ઇન્ડિકેટર્સ હવે ઓવરસોલ્ડ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સુધારાનો સંકેત આપી રહ્યા છે. પરંતુ ઓવરઓલ માર્કેટ હજી પણ સાવચેતી અને થોભો અને રાહ જુઓનું રહ્યું છે. પરંતુ બજાર પંડિતો આ લેવલથી માર્કેટમાં ઘટાડાના ચાન્સ 4-5 ટકા અને સુધારાના ચાન્સ 15-20 ટકા હોવાનો દાવો કરવા સાથે વેલ્યૂ બાઇંગ શરૂ કરવાની સલાહ આપી રહ્યા છે. રોકાણકારો અને ટ્રેડર્સે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ સ્ટોપલોસ અને ટાર્ગેટ સાથે કરવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે.
સતત આઠ અઠવાડિયાના વેચાણ દબાણ પછી, NIFTY 10 ટકાથી વધુ ઘટ્યો હતો અને મુખ્ય ટેકનિકલ ઇન્ડાઇસિસને હેવી સેલિંગ પ્રેશર ઝોનમાં ધકેલી દીધા, તે પછી બુલ્સે ધીરે ધીરે ખરીદીનું જોર વધારવા સાથે માર્કેટે આખરે રિકવરીની શરૂઆત તો કરી છે, જેના કારણે લાંબા સમયથી ચાલતી ઘટાડાની ચાલ હાલ પુરતી અટકી ગઈ છે. વીકલી ચાર્ટ પર, NIFTYએ બુલિશ હરામી ક્રોસ બનાવ્યો જે બે કેન્ડલસ્ટિક રિવર્સલ પેટર્ન છે જે ડાઉનટ્રેન્ડના તળિયે દેખાય છે જે સંકેત આપે છે કે સેલિંગ પ્રેશર માઇલ્ડ થયું હોવાનો સંકેત આપે છે અને વર્તમાન ડાઉનટ્રેન્ડને રિવર્સલ કરવાની શક્યતા છે. વધુ મહત્વની વાત એ છે કે તે 22,200 – 22,400ના સપોર્ટ ક્લસ્ટર ઝોન પર રચાયું છે; આ લેવલ 200-વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને અગાઉના બે સ્વિંગ લો 21,743 (એપ્રિલ 2025) અને 22,182 – ને જોડતી વધતી જતી સપોર્ટ ટ્રેન્ડલાઇન સાથે સુસંગત છે.
ટેકનિકલ દ્રષ્ટિકોણથી, 22,200-22,000નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે ઉભરી આવ્યો છે. જો આ રેન્જની નીચે નિર્ણાયક રીતે ઘટાડો થાય, તો બજારનું ટૂંકા ગાળાનું માળખું વધુ નબળું પડી શકે છે અને સંભવિતપણે 21,750-21,700ના લેવલ તરફ સેલિંગ પ્રેશર વધી શકે છે. ઉપરની તરફ, તાત્કાલિક રેઝિસ્ટન્સ 22,750-22,800ની આસપાસ છે, ત્યારબાદ સાયકોલોજિકલ રીતે મહત્વપૂર્ણ 23,000નું લેવલ આવે છે. ટૂંકા ગાળાની રાહત મેળવવા અને મોમેન્ટમ પુનઃસ્થાપિત કરવા માટે આ અવરોધ ઝોનની ઉપર સતત ટકી રહેવું જરૂરી રહેશે તેવું બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.
બેંક NIFTYએ સાપ્તાહિક ધોરણે 1.45 ટકાના સુધારા સાથે બંધ થયો છે. શુક્રવારે, બેંક NIFTY અગાઉના દિવસની 55,043ની ઊંચી સપાટીને પાર કરીને તેની ઉપર બંધ થયો હતો, જેણે અગાઉના દિવસની બેરિશ પ્રાઇસ મૂવમેન્ટને સ્પષ્ટપણે ઉલટાવી દીધી હતી. મોમેન્ટમ ઇન્ડિકેટર MACDએ નવો પોઝિટિવ ક્રોસઓવર દર્શાવ્યો છે, જે સુધારાનો સંકેત છે.
મોમેન્ટમ ઇન્ડિકેટર દ્વારા બુલિશ ક્રોસઓવર જોવા મળતા, બેંક NIFTY રિકવરી રેલીનું નેતૃત્વ કરી શકે છે. મહત્વપૂર્ણ સપોર્ટ 54,400 – 54,200 પર છે, જ્યારે તાત્કાલિક રેઝિસ્ટન્સ 55,950 – 56,200 પર હોવાનું જણાય છે, જે 24 સપ્ટેમ્બરના રોજ રચાયેલા ગેપ એરિયા સાથે સુસંગત હોવાનું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.
| SME Listing | R K Fashion Accessories |
| Listing post Scheme of Arrangement | Triveni Power |
| Stock Trades Ex-Date for Bonus | JOJO |
| Stocks in F&O Ban | Ambuja Cements, Bandhan Bank, LIC HF |
| Results Today: | HCL Technologies, ICICI Prudential AMC, RBL Bank, Adroit Ind, Plastiblends, Swan Defence, Swaraj Engines |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
