માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24543- 24252, રેઝિસ્ટન્સ 24994- 25153
અમદાવાદ, 29 જુલાઇઃ શુક્રવારે નિફ્ટીએ સ્ટ્રોંગ વોલ્યૂમ્સ, વોલેટિલિટી વચ્ચે 24600 પોઇન્ટની સપાટી ક્રોસ કરી બતાવી છે. સાથે સાથે નવા ટોપ અને બ્રેકઆઉટ્સ પણ આપ્યા છે. મહત્વનો સપોર્ટ હવે ઉપર તરફ સરકી 24500 લેવલનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે. ઉપરમાં માર્કેટ હવે 25100- 25300 પોઇન્ટની ચાલને જોવા આતુર છે. આરએસઆઇ પણ એવરેજ લાઇનથી ઉપર ચાલે છે. તમામ અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે.
બેન્ક નિફ્ટીએ બુલિશ ઇન્ગલફિંગ પેટર્ન તેમજ 50 દિવસીય એવરેજની નજીક મહત્વની ટેકાની સપાટી નજીક બંધ આપ્યું છે. મોમેન્ટમ પણ 52000ના લેવલની સંભાવના વ્યક્ત કરે છે. તે જોતાં રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે, બેન્ક નિફ્ટા માટે સપોર્ટ 50800- 51000ના લેવલ નજીક આગામી દિવસો માટે જોવા મળી શકે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 50690- 50084 અને રેઝિસ્ટન્સ 51650- 52005 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.
સ્ટોક્સ ટૂ વોચઃ SHOBHA, RELIANCE, TATAMOTORS, TCS, RVNL, HDFCBANK, LT, INFY, ICICIGI, IRFC, IREDA, BOB, MFSL, ONGC
સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, મેટલ્સ, પીએસયુ, બેન્ક્સ, હેલ્થકેર, રેલવે, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ
નિફ્ટીઃ 24543- 24252, રેઝિસ્ટન્સ 24994- 25153
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50690- 50084 અને રેઝિસ્ટન્સ 51650- 52005
શુક્રવારે સેન્સેક્સ 1,292.92 પોઈન્ટ અથવા 1.62 ટકા વધીને 81,332.72 પર અને નિફ્ટી 428.75 પોઈન્ટ અથવા 1.76 ટકા વધીને 24,834.85 પર હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ચોખ્ખા ખરીદદારો બન્યા કારણ કે તેઓએ 26 જુલાઈના રોજ રૂ. 2546 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તેમની ખરીદી લંબાવી હતી કારણ કે તેઓએ તે જ દિવસે રૂ. 2774 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)