અમદાવાદ, 2 ઓગસ્ટઃ રિવર્સલ ટ્રેન્ડ સાથે માર્કેટમાં ગુરુવારે ફર્સ્ટ હાફમાં વેચવાલી અને સેકન્ડ હાફમાં સુધારાની ચાલ વચ્ચે નિફ્ટીએ નિર્ણાયક 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. એટલું જ નહિં 25078 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સાથે હવે નિફ્ટીએ દોજી કેન્ડલ સાથે મોમેન્ટમ હાયર રેન્જની રહેવાનો સંકેત આપ્યો છે. નિફ્ટી માટે 25100- 25300 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહેવા સામે 24800ની રોક બોટમ ધ્યાનમાં રાખી ટ્રેડ કરવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો કરી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે સપોર્ટ 24952- 24893, રેઝિસ્ટન્સ 25074, 25137 પોઇન્ટની સપાટી અને બેન્ક નિફ્ટી માટે 51388-51212 પોઇન્ટ સપોર્ટ જ્યારે 51809- 52053 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે. જોકે, પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી 222 પોઇન્ટ અને સેન્સેક્સ 708 પોઇન્ટ માઇનસ જણાયા હતા….

નિફ્ટીઃ સપોર્ટ 24952- 24893, રેઝિસ્ટન્સ 25074, 25137

બેન્ક નિફ્ટીઃ 51388-51212 પોઇન્ટ સપોર્ટ જ્યારે 51809- 52053 પોઇન્ટની રેઝિસ્ટન્સ

સ્ટોક્સ ટૂ વોચઃ SUNPHARMA, TATAMOTORS, ZOMATO, TORNTPOWER, ADANIPORT, ADANIGREEN, JIOFINANCE, ANDREW

સેક્ટર્સ ટૂ વોચઃ FINANCE, PHARMA, RAILWAY, DIFENCE, PSU, OIL, GREENE ENERGY

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)