માર્ચ 2024 સુધીમાં 100 મિલિયનથી વધારે લોકોએ સિબિલ સ્કોર મોનિટર કર્યો
મુંબઈ, 3 સપ્ટેમ્બર: માર્ચ 2024 સુધીમાં આશરે 119 મિલિયન ભારતીયો પોતાના સિબિલ સ્કોરની દેખરેખ રાખી રહ્યા છે. અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં તેમના ક્રેડિટ પ્રોફાઈલની મોનિટરીંગ કરનાર ગ્રાહકોની સંખ્યામાં વાર્ષિક ધોરણે 51 ટકા વૃદ્ધિ થઈ છે, જે દર્શાવે છે કે 43.6 મિલિયન કરતાં વધારે ગ્રાહકો તેમના ક્રેડિટની સ્થિતિ અંગે જાગૃત છે. આ અહેવાલથી એવી પણ માહિતી મળી છે કે ભારતમાં ક્રેડિટ સંબંધિત ક્રાંતિમાં યુવાન લોકો અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 119 મિલિયન ક્રેડિટ મોનિટરીંગ કન્ઝ્યુમર્સ પૈકી 77 ટકા જનરેશન Z2 અને મિલેનિયલ્સ3 છે.અહેવાલમાં એ બાબત દર્શાવવામાં આવી છે કે ગ્રાહકો એટલે કે કન્ઝ્યુમર્સે પોતાના પ્રથમ ક્રેડિટ પ્રોડક્ટ્સ ઓપન કરવાના છ મહિનાની અંદર ક્રેડિટ સ્કોરની સેલ્ફ-મોનિટરીંગ શરૂ કરી છે,આ પૈકી 81 ટકા નોન-મેટ્રો પ્રદેશમાંથી છે.
ખાસ કરીને નોન-મેટ્રો સ્થળો ખાતે કે જ્યાં સેલ્ફ-મોનિટરીંગ કરનારા કન્ઝ્યુમર્સની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 57 ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે મેટ્રો સ્થળો ખાતે આ વૃદ્ધિ 33 ટકા જેટલી જોવા મળી છે. સિબિલે એક અહેવાલઃ આર્થિક સ્વતંત્રતાને સશક્ત બનાવવી: ભારતમાં ક્રેડિટ સ્વ-દેખરેખનો ઉદય રજૂ કરવામાં આવ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)