ક્રેસંડા રેલવેએ ભારતીયમ ડિસ્ટ્રીબ્યુશન સાથે ડિસ્ટ્રીબ્યુશન કરાર કર્યો
મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ ક્રેસંડા રેલવે સોલ્યુશન્સની પેટાકંપની ક્રેસંડા રિટેલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતના ઉત્તરી વિસ્તારોમાં કેમ્પા (રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડની પ્રોડક્ટ્સ) તથા તેની એસોસિયેટેડ પ્રોડક્ટ્સના વેચાણ અને વિતરણ માટે ભારતીયમ ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇવેટ લિમિટેડ (બીડીપીએલ) સાથે મોટો ડિસ્ટ્રીબ્યુશન કરાર કર્યો છે.
બીડીપીએલ સાથેના એક્સક્લુઝિવ કરાર હેઠળ સીઆરએસપીએલ ઉત્તરી રેલવેના પાંચ મહત્વના ડિવિઝન દિલ્હી, અંબાલા, લખનૌ, ફિરોઝપુર અને મોરાદાબાદમાં કેમ્પાની એરેટેડ ડ્રિંક્સ, જ્યુસ, મિનરલ વોટર અને એનર્જી ડ્રિંક્સની રેન્જનું વિતરણ કરશે.
બીડીપીએલ કરાર ઉપરાંત સીઆરએસપીએલે પતંજલિના પેકેજ્ડ મિનરલ વોટર દિવ્ય જલના વિતરણ માટે પતંજલિ પેય સાથે એક્સક્લુઝિવ ડિસ્ટ્રીબ્યુશન કરાર પણ કર્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)