જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ
અમદાવાદ, 28 ઓક્ટોબરઃ જિયો પ્લેટફોર્મ્સનો શેર ₹1,358 પર લિસ્ટ થયો છે, જે તેના ₹1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21% વધારે છે. રિલાયન્સ બાદ તે માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. રિલાયન્સનું માર્કેટ કેપ 15.99 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એરટેલનું માર્કેટ કેપ 12.10 લાખ કરોડ રૂપિયા છે. નિષ્ણાતોને આશા છે કે કંપનીનો શેર થોડા સમયમાં ₹1,500થી ₹1,800 સુધી જઈ શકે છે.
જિયો પ્લેટફોર્મ્સ IPO સમયે 100 અબજ ડૉલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી વિશ્વની માત્ર ચોથી એવી કંપની બની ગઈ છે, જેને તેના સ્થાપક પોતે ચલાવી રહ્યા છે. આ મામલે જિયો હવે મેટા, અલીબાબા અને એલોન મસ્કની સ્પેસએક્સના બિઝનેસ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
