અંબુજાએ Q2માં વેપાર અને પ્રીમિયમ ઉત્પાદન મિશ્રણને મજબૂત બનાવ્યું
અમદાવાદ, ૨૯ ઓક્ટોબર: વૈવિધ્યસભર અદાણી સમૂહની કંપનીનો ભાગ અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. અહેવાલના ગાળા દરમિયાન ૧૬.૫ મિલિયન ટન સિમેન્ટનું વેચાણ થયું હતું; વેપારના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૮.૬%નો વધારો થયો છે, ટ્રેડમાં હિસ્સો ૬ ટકા પોઇન્ટ વધી ૭૪% થયો છે, જ્યારે પ્રીમિયમ ઉત્પાદનોનો હિસ્સો ૨ ટકા પોઈન્ટ વધીને ટ્રેડ વેચાણના ૩૭% થયો છે.
આ સમયમાં કામકાજમાંથી આવક રૂ. ૯,૧૯૭ કરોડ રહી છે, જેમાં ઓપરેટિંગ એબિડટા રૂ. ૧,૨૭૧ કરોડ, એબિડટા માર્જિન ૧૩.૮% અને પ્રતિ ટન એબિડટા રૂ. ૭૭૦ પ્રાપ્ત થયો છે.
અંબુજા સિમેન્ટ્સના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઈ.ઓ. વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે, “મોસમી અને બાહ્ય અવરોધો છતાં સમીક્ષાના સમય અને નાણા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અમારું પ્રદર્શન ગુણવત્તા વૃદ્ધિ પર ભાર મૂકે છે. તેમણે કહ્યું હતું કે શિસ્તબદ્ધ અમલીકરણ અને ખર્ચ વ્યવસ્થાપનના ટેકાના કારણે વેપાર અને પ્રીમિયમ ઉત્પાદન મિશ્રણ મજબૂત થવાથી આવકમાં સુધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૭ સુધીમાં અમારો પ્રતિ ટન ખર્ચનો લક્ષ્યાંક રૂ.૪,૨૫૦ છે. વર્ષના બીજા છ મહિનામાં વોલ્યુમ વધવાની અપેક્ષા છે. તાજેતરના રૂ. ૧૦-૧૫ ના ભાવ વધારા બાદ આગામી બે મહિનામાં ભાવમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે. ACC & Orient નું અંબુજા સિમેન્ટ્સ સાથે પ્રસ્તાવિત મર્જર અંતિમ મંજૂરીઓ માટે હવે NCLT માં આગળ વધશે.”
નાણાકીય પરિણામ મુજબ ચાલુ નાણા વર્ષ ૨૭ના બીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો રુ.૨૩૬ કરોડ થયો છે. અને અર્ધવાર્ષિક ગાળામાં રુ.૮૯૬ કરોડ થયો છે. કંપનીની મજબૂત દેવામુક્ત બેલેન્સ શીટમાં રૂ. ૭૨,૨૩૮ કરોડની ચોખ્ખી સંપત્તિ અને રૂ. ૧,૦૭૦ કરોડની રોકડ તથા રોકડ-સમકક્ષ અસ્કયામતો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
