ત્રિવેન્દ્રમ, 11 ઓક્ટોબર, 2024: 137 વર્ષ જૂના મુથૂટ પપ્પાચન ગ્રુપ (Muthoot Blue)ની ફ્લેગશિપ કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (MFL or “Company”) રૂ. 250 કરોડની રકમ એકત્રિત કરવા માટે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રીડિમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs”)ની XVII Tranche II સિરીઝની જાહેરાત કરી હતી જે રૂ. 2,000 કરોડની શેલ્ફ લિમિટમાં છે. આ કંપનીનો બીજા તબક્કાનો ઇશ્યૂ છે. XVII Tranche II ઇશ્યૂઅન્સનું મૂલ્ય રૂ. 175 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે રૂ. 75 કરોડનું (“Base Issue Size”) છે જેનું કુલ મૂલ્ય રૂ. 250 કરોડ સુધીનું થાય છે XVII Tranche II ઇશ્યૂ 11 ઓક્ટોબર, 2024થી લોકો માટે ખૂલે છે અને 24 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થાય છે.

XVII Tranche II ઇશ્યૂ હેઠળની એનસીડી 24,36, 72 અને 92 મહિનાના પાકતી મુદતના/સમયગાળાના વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે જેમાં ગ્રાહકો સરળતાથી પસંદ કરી શકે તેવા વિવિધ વિકલ્પો I, II, III, IV, V, VI, VII, VIII, IX, X, XI, XII and XIIIમાં માસિક, વાર્ષિક કે ક્યુમ્યુલેટિવ પેમેન્ટ વિકલ્પો છે. તમામ કેટેગરીના રોકાણકારોમાં એનસીડી હોલ્ડર્સ માટે અસરકારક ઉપજ (દર વર્ષે) 9.00 ટકાથી 10.10 ટકા છે. બીએસઈના ડેટ માર્કેટ સેગમેન્ટ પર લિસ્ટ કરવાની યોજના છે. Tranche II ઇશ્યૂ થકી એકત્રિત કરાયેલા ફંડ્સનો ઓનવર્ડ લેન્ડિંગ, ફાઇનાન્સિંગ અને અમારી કંપનીના હાલના ઋણની મૂડી તથા વ્યાજની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઈઓ શાજી વર્ગીસે જણાવ્યું હતું કે રોકાણકારો મુથૂટ ફિનકોર્પની દેશભરની 3,700થી વધારે બ્રાન્ચ પૈકી ગમે તેમાંથી અથવા અમારી મોબાઇલ એપ Muthoot FinCorp ONE દ્વારા સરળતાથી તેમના ઘરે બેઠાં જ રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)