અમદાવાદ, 4 નવેમ્બરઃ રૂ. 463ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 426ની નીચી સપાટીએ ખૂલ્યા બાદ Afcons Infraનો આઇપીઓ ધીરે ધીરે રિકવર થવા સાથે આ લખાય છે ત્યારે 2.31 ટકા એટલેકે રૂ. 10.60ના પ્રિમિયમ સાથે રૂ. 473.60ની સપાટીએ ક્વોટ થઇ રહ્યો છે. જે ઇન્ટ્રા-ડે રૂ. 474.70ની નવી ટોચે પહોંચ્યો હતો.

શાપૂરજી પલોનજી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ફર્મના શેર NSE ખાતે, તે 7.99 ટકાના ઘટાડા સાથે રૂ. 426 પર લિસ્ટ થયો હતો. તે વધુ રૂ. 420.25 ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ સરકી ગયો હતો. જો કે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 13 ટકા સુધરીને તેની દિવસની ટોચે રૂ. 474.70 પર પહોંચ્યો હતો. મધ્યપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ. 1,007 કરોડના પ્રોજેક્ટ માટે કંપનીને સૌથી નીચી બિડર જાહેર કરવામાં આવ્યા બાદ તેજી જોવા મળી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)