અમદાવાદ, 23 જાન્યુઆરીઃ શનિવારે નિફ્ટી-50 એ 21700ની હાયર રેન્જમાં ખાતું ખોલાવ્યા બાદ મોમેન્ટમના અભાવે સુધારો ધોવાયો હતો અને સેકન્ડ હાફમાં પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. જેના કારણે છેલ્લે લોઅર પોઇન્ટ ઉપર બંધ રહ્યો હતો. માર્કેટમાં હવે ટેકનિકલી 21800 ઉપરનું ક્રોસઓવર નવી પોઝિટિવ મોમેન્ટમ સર્જી શકે છે. પોલિટિકલ સટ્ટા માર્કેટમાં મોદી સરકાર માટે 315 સીટ્સ તો બોટમ ગણાવાય છે. ઉપર માટે સટ્ટો ધીરે ધીરે જામશે તેવું પોલિટિકલ નિષ્ણાતો જણાવે છે. જે દર્શાવે છે કે, ઇકોનોમિ અને પોલિટિક્સ નામના પાયા મજબૂત હોવાથી સેન્ટિમેન્ટ આપોઆપ સર્જાવા સાથે 2024માં ભારતીય શેરબજારો નવી ઊંચાઇઓ સર કરવા સજ્જ બને તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ટેકનિકલી ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 21300 મજબૂત રોક બોટમ સમજવી. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સજેસ્ટ કરે છે કે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી માટે સપોર્ટ 21502- 21433 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21681- 21790 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી

ઇન્ટ્રા-ડે વોચઃ ઇરેડા, રિલાયન્સ, જિયો ફાઇનાન્સ, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એસજેવીએન, આઇટીસી, બેન્ક શેર્સ

સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટેકનોલોજી, મેટલ્સ, પાવર અને પીએસયુ સ્ટોક્સ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44738- 45418, રેઝિસ્ટન્સ 46281- 46504

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)