અમદાવાદ, 20 જાન્યુઆરીઃ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 68 ટકા વધીને રૂ. 724 કરોડ થયો છે. કંપનીએ જાહેર કરેલા પરીણામો અનુસાર કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.30 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 62.14 અબજ થયો હતો જે 9.5 ટકાની ઉદ્યોગની વૃદ્ધિ સામે 0.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. 1/n ની અસરને બાદ કરતા કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 4.8 ટકા વધી હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કમ્બાઇન્ડ રેશિયો 103.6 ટકાની સામે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 102.7 ટકા હતો.નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગા ળામાં પીબીટી રૂ. 5.74 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 67.3 ટકા વધીને રૂ. 9.60 અબજ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં મૂડી લાભ રૂ. 1.08 અબજથી વધીને નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 2.76 અબજ થયો હતો. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 4.31 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 67.9 ટકા વધીને રૂ. 7.24 અબજ થયો હતો. આરઓએઈ 15.3 ટકાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 21.5 ટકા હતું. 31 ડિસેમ્બર, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.36 ગણો હતો જે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ 2.65 ગણો હતો અને 1.50 ગણાની લઘુતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધુ હતો. 31 માર્ચ, 2024ના રોજ સોલ્વન્સી રેશિયો 2.62 ગણો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)