અમદાવાદ, 7 ઓગસ્ટ: APM ટર્મિનલ્સ પીપાવાવે સમર્પિત લિક્વિડ કાર્ગો જેટી (બર્થ 6)ના બાંધકામને વેગ આપવા માટે બે મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ્સ સાઇન કર્યા છે અને દેશની મેરિટાઇમ વૃદ્ધિ વાર્તામાં તેની ભૂમિકા મજબૂત બનાવી છે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે નવી લિક્વિડ જેટી અને સંબંધિત મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એલએન્ડટી જિઓસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેની સમાંતર વેન ઓર્ડ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રોજેક્ટના અમલીકરણ માટે જરૂરી કેપિટલ ડ્રેજિંગ અને રિક્લેમેશન કાર્યો માટે સાંકળવામાં આવી છે.

કરાર પર હસ્તાક્ષર કરવાનો કાર્યક્રમ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઈઓ શ્રી રાજકુમાર બેનીવાલ, આઈએએસની હાજરીમાં યોજાયો હતો, જેમાં પોર્ટ-આધારિત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે રાજ્યના સતત સમર્થન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આગામી લિક્વિડ જેટ્ટીથી વૈવિધ્યસભર કાર્ગોને હેન્ડલ કરવામાં પોર્ટની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત સેવામાં વિશ્વસનીયતા અને ભવિષ્ય માટેની કામગીરીમાં પણ સુધારો થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, આ પ્રોજેક્ટ રોજગારીનું સર્જન કરવા, ઔદ્યોગિક રોકાણો આકર્ષવા અને પીપાવાવ પોર્ટ કોરિડોરની આસપાસ પ્રાદેશિક વિકાસને ઉત્પ્રેરિત કરવા માટે તૈયાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)