ઇન-સ્પેસે પિક્સલસ્પેસ ઈન્ડિયાની કન્સોર્ટિયમની પસંદગી જાહેર કરી
અમદાવાદ, 14 ઓગસ્ટ: ધ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરે (IN-SPACe) પિયરસાઇટ સ્પેસ, સેટસ્યોર એનાલિટિક્સ ઈન્ડિયા અને ધ્રુવ સ્પેસ ધરાવતા પિક્સલસ્પેસ ઈન્ડિયાની આગેવાની હેઠળના કન્સોર્ટિયમની પસંદગીની આજે જાહેરાત કરી હતી. આ કન્સોર્ટિયમ અગ્રણી પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (EO-PPP) મોડલ હેઠળ ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી કોમર્શિયલ અર્થ ઓબ્ઝર્વેશન (EO) સેટેલાઇટની ડિઝાઇન કરશે, નિર્માણ કરશે અને સંચાલન કરશે.
ટેક્નિકલ મૂલ્યાંકન બાદ ત્રણ કન્સોર્ટિયમની પસંદગી:
- એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ, હૈદરાબાદ (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સિસિર રડાર અને સ્પેક્ટ્રાગેઝ સિસ્ટમ્સ સાથે)
- GalaxEye સ્પેસ, બેંગાલુરુ (CoreEL સાથે)
- PixxelSpace ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બેંગાલુરુ (પિઅરસાઇટ સ્પેસ, સેટસ્યોર એનાલિટિક્સ ઈન્ડિયા અને ધ્રુવ સ્પેસ સાથે)
આ પહેલ ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ બિંદુ રજૂ કરે છે. ભારતીય અવકાશ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલીવાર, એક ખાનગી કન્સોર્ટિયમ આગામી 5 વર્ષમાં રૂ. 1,200 કરોડથી વધુનું રોકાણ કરીને પેનક્રોમેટિક, મલ્ટીસ્પેક્ટ્રલ, હાઇપરસ્પેક્ટ્રલ અને માઇક્રોવેવ SAR સેન્સરથી સજ્જ 12 અત્યાધુનિક EO ઉપગ્રહોના સમૂહને લોન્ચ કરશે. આ સમૂહ આબોહવા પરિવર્તન દેખરેખ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મરિન સર્વેલન્સ, રાષ્ટ્રીય સુરક્ષા અને શહેરી આયોજનમાં એપ્લિકેશનો માટે એનાલિસિસ રેડી ડેટા (ARD) અને વેલ્યુ એડેડ સર્વિસીઝ (VAS) પૂરા પાડશે, જ્યારે ઉચ્ચ-ગુણવત્તાવાળી ભૂ-અવકાશી ગુપ્ત માહિતીની વૈશ્વિક માંગને પણ સંતોષશે.
પીપીપી ફ્રેમવર્ક હેઠળ, ભારત સરકાર વ્યૂહાત્મક, તકનીકી અને નીતિગત સહાય પૂરી પાડશે, જ્યારે પિક્સેલસ્પેસ ઈન્ડિયાની આગેવાની હેઠળનું કન્સોર્ટિયમ EO સિસ્ટમની માલિકી અને સંચાલન કરશે, જેમાં સેટેલાઇટ ઉત્પાદન, ભારતીય ભૂમિ પરથી પ્રક્ષેપણ, જમીની માળખાગત સુવિધાઓ અને ડેટા સેવાઓના વ્યાપારીકરણનો સમાવેશ થાય છે.
આગામી ચાર વર્ષમાં EO કોન્સ્ટેલેશનને તબક્કાવાર રીતે તૈનાત કરવામાં આવશે જેથી સતત સેવા અપગ્રેડ અને વિસ્તૃત કવરેજ સુનિશ્ચિત થાય. એકવાર કાર્યરત થયા પછી, તે વિશ્વની સૌથી અદ્યતન EO સિસ્ટમ્સમાંની એક હશે, જે સંપૂર્ણપણે ભારતમાં ભારતીય પ્રતિભા દ્વારા ડિઝાઇન, નિર્માણ અને સંચાલિત થશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
