માર્કેટ લેન્સઃ NIFTY 24000 પોઇન્ટ સુધીની આગેકૂચ માટે સજ્જ, વેલ્યૂ બાઇંગ કરતાં રહો

STOCKS TO WATCH TODAY:RIL, JIO PLATFORM, JIO FINANCE, ITC, TECHNOE, NSE, Lupin, Metropolis Healthcare, Lloyds Metals, MCX, Awfis Space, Aarti Drugs, Global Health, Vijaya Diagnostic, Tanla Platforms, Ather Energy, Eicher Motors, Coforge, DLF, Paytm

અમદાવાદ, 4 નવેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ છેલ્લા ચાર દિવસમાં 3671 પોઇન્ટની શાનદાર રિકવરી સાથે 76000 પોઇન્ટની અને NIFTY 24000 પોઇન્ટ તરફની આગેકૂચ જાળવી રહ્યા છે. માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે કોન્સોલિડેશનથી સુધારાનું બની રહ્યું હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે. જોકે, સળંગ સુધારા દરમિયાન એકાદ બે કરેક્શન આવે તે સ્વાભાવિક હોવાનું પણ નિષ્ણાતો માને છે.

NIFTYએ 24,000–24,200ના લેવલ તરફ તેની તેજીની ગતિ જાળવી રાખવા માટે 23,800–23,700ના ઝોનને ટકાવી રાખવો જરૂરી છે. નીચેની તરફ, 23,600–23,500 નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરે તેવી અપેક્ષા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

DateOpenHighLowClosePoints ChangeChange(%)
28/10/202673,253.4473,525.4472,603.5773,246.03-352.64-0.48
29/10/202673,268.4774,166.1673,181.9074,151.04905.011.24
30/10/202674,199.6974,742.5974,082.0374,459.53308.490.42
02/11/202675,178.2475,692.7874,978.1275,692.781,233.251.66
03/11/202676,288.6576,917.8576,033.7476,917.851,225.071.62

છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોથી NIFTY સતત પાછલા દિવસના હાઇ લેવલની ઉપર બંધ થઈ રહ્યો છે, જે ચાલુ તેજીમાં રહેલી મજબૂતીને દર્શાવે છે. ડેઇલી ચાર્ટ પર, NIFTYમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 6 ટકાનો ઉછાળો આવ્યો છે અને 6 ઓગસ્ટથી શરૂ થયેલા કુલ ઘટાડામાંથી 61.8 ટકા રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે. આગામી રિટ્રેસમેન્ટ લક્ષ્યાંક 24,220ની નજીક છે, જે 78.6 ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ સાથે સુસંગત છે. આ તેજીને LTCG ટેક્સની સમીક્ષા અંગેની પોઝિટિવ અપેક્ષાઓ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી બજારના આત્મવિશ્વાસમાં થયેલા વધારાનું સમર્થન મળ્યું છે.

જો કે, ટૂંકા ગાળાના સમયમર્યાદામાં, RSI ‘ઓવરબોટ’ ઝોનમાં પ્રવેશી ચૂક્યો છે, જે સૂચવે છે કે સમયાંતરે ‘પ્રોફિટ બુકિંગ’ જોવા મળી શકે છે. તેથી, બજારના ટોચના લેવલને પકડવાનો પ્રયાસ કરવાને બદલે, ઘટાડા પર ખરીદી કરવાની વ્યૂહરચના વધુ યોગ્ય રહેશે તેવું બજાર પંડિતોનું માનવું છે. 24,000 કે તેથી વધુના લેવલ સુધીની તેજી માટે ઘટાડાનો ઉપયોગ ખરીદી કરવા માટે કરી શકાય છે. જ્યારે નીચેની તરફ, 23,480નું લેવલ એક મહત્વપૂર્ણ સપોર્ટ છે.

બજારની વ્યાપક તેજીના પગલે, બેંક NIFTYમાં છેલ્લા કેટલાક સત્રોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. બેન્ક NIFTY તેના 20-દિવસીય EMAની ઉપર આવી ગયો છે અને હાલમાં 50-દિવસીય તથા 89-દિવસીય EMAની બરાબર નીચે સ્થિત છે. 53,800ના ઝોન આસપાસ ‘ડબલ બોટમ’ પેટર્ન બનાવી છે. જો બેન્ક NIFTY તાજેતરના 56,000ના હાયર લેવલને પાર કરે, તો આ પેટર્નની પુષ્ટિ થશે અને 57,000–57,400ના લેવલ તરફ નવી તેજી આવી શકે છે.

RSI તેના નજીકના ‘સ્વિંગ હાઈ’ની ઉપર નીકળી ગયો છે, જે સુધારાની આગેકૂચને સમર્થન આપે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સની દૃષ્ટિએ, જ્યાં સુધી બેન્ક NIFTY 53,800ના ઝોનની ઉપર જળવાઈ રહે છે, ત્યાં સુધી ભાવમાં આવતા ઘટાડાને ખરીદીની તક તરીકે ગણવા જોઈએ.

Mainboard ListingMK Sons Fine Jewels
SME ListingCarver Roboweld, Ajwa Projects
Results Today:Apollo Hospitals Enterprise, Lenskart Solutions, FSN E-Commerce Ventures Nykaa, Physicswallah, Afcons Infrastructure, Alembic Pharmaceuticals, Apollo Tyres, Aurobindo Pharma, Biocon, Balkrishna Industries, Balrampur Chini Mills, Cummins India, Dabur India, Exide Industries, JK Lakshmi Cement, JSW Dulux, Dr Lal PathLabs, Power Finance Corporation, Premier Energies, Torrent Power, Websol Energy System, Zydus Lifesciences
Stocks Trade Ex-DividendCoal India, Asian Paints, Godrej Consumer Products, Praruh Technologies, Privi Speciality Chemicals, Silver Touch Technologies, Symphony, Vaibhav Global
Stocks Trade Ex-Date for RightsCrescentis Capital, Suvidhaa Infoserve
Stock Trades Ex-Date for BonusConcord Biotech
Stock Trades Ex-Date for Income DistributionAnzen India Energy Yield Plus Trust
Stocks in F&O BanKaynes Technology India, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)