અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે.

મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં આ પ્રકલ્પ મદદરુપ થશે. અદાણી પાવર લિ. મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા પ્લાન્ટ અને સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે રુ.10.500 કરોડનું રોકાણ કરશે.

તીવ્ર સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયામાં સૌથી ઓછી પ્રતિ KWh દીઠ રૂ5,838 અંતિમ ટેરિફની બોલી લગાવનાર કંપનીઓમાંની એક તરીકે અદાણી પાવર લિ. ઉભરી આવી હતી. આ કરારના ભાગ રૂપે કંપની રાજ્યમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ આધારિત 800 મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર એકમમાંથી મધ્ય પ્રદેશના ડિસ્કોમને વીજળી પૂરી પાડશે. આ એકમ નિર્ધારીત તારીખથી 54 મહિનામાં કાર્યરત થઈ જશે.

પાછલા એક વર્ષમાં કંપનીને વીજ પુરવઠો પૂરો પાડવા મળેલો આ ચોથો મોટો ઓર્ડર છે. ગત સપ્ટેમ્બર માસમાં તેણે અદાણી ગ્રીન એનર્જી સાથે મળીને મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી 5,000 મેગાવોટ સોલર અને 1,600 મેગાવોટ થર્મલ મળી કુલ 6,600 મેગાવોટ પાવર સપ્લાય કરવા માટેનો  LoI મેળવ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષના મે મહિનામા, અદાણી પાવરને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રાજ્યના ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી 1,600 મેગાવોટ વીજળી સપ્લાય કરવા માટે LoA  પ્રાપ્ત થયો હતો જ્યારે ચાલુ ઓગસ્ટ માસમાં કંપનીને રાજ્યમાં નિર્માણ થનારા નવા પાવર પ્લાન્ટમાંથી 2,400 મેગાવોટ વીજ પુરી પાડવા માટે બિહાર સરકાર તરફથી LoA મળ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)