ICICI Prudential Life એ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 99.60 ટકાનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો હાંસલ કર્યો
અમદાવાદ, 13 સપ્ટેમ્બર: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે એપ્રિલ 2025થી જૂન 2025 દરમિયાન 99.60 ટકાનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો જાહેર કર્યો છે જે ઉદ્યોગમાં સૌથી વધુ છે. નોંધનીય છે કે નોન-ઇન્વેસ્ટિગેટેડ ડેથ ક્લેઇમના સેટલમેન્ટ માટેનો સરેરાશ સમય માત્ર 1.1 દિવસનો હતો.
નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 99.60 ટકાના અમારા ઉદ્યોગ અગ્રણી ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોમાં આ પ્રતિબદ્ધતા દેખાય છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 406.89 કરોડના મૂલ્યના ડેથ ક્લેઇમ્સ સેટલ કર્યા હતા.
ક્લેઇમ ફોર શ્યોર સર્વિસ પહેલ હેઠળ કંપની તમામ ડોક્યુમેન્ટ્સ મળ્યાના એક જ દિવસમાં તમામ લાયક ક્લેઇમ્સ સેટલ કરવાનું વચન આપે છે. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ આ પહેલ હેઠળ રૂ. 74.72 કરોડના ક્લેઇમ્સ સેટલ કર્યા હતા. કંપનીના ડિજિટલ એનેબલર્સ સરળ રીતે ક્લેઇમ દાખલ કરવા અને ટ્રેક કરવા માટે ક્લેઇમ મૂકનાર ગ્રાહકોને મદદ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
