પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 21 નવા IPO રૂ. 4450 કરોડ એકત્ર કરશે, 26 IPO લિસ્ટિંગ માટે સજ્જ
અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટ માટે સતત બીજું સપ્તાહ આઇપીઓના આક્રમણથી ભરચક રહેશે. 29 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 21 આઇપીઓ મારફક કંપનીઓ રૂ. 4,450 કરોડથી વધુ રકમ એકત્ર કરવા માટે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. તેની સામે 26 કંપનીઓ લિસ્ટિંગ માટે સજ્જ છે.

મેઇનબોર્ડમાં 5 કંપનીઓ રૂ. 3852 કરોડના આઇપીઓ યોજશે
21 નવા IPOમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 5 (3,852 કરોડ ના) આઇપીઓ યોજાઇ રહ્યા છે તેમાં ગ્લોટિસ ફેબટેક ટેક્નોલોજીસ અને ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સ 29 સપ્ટેમ્બરે IPO લોન્ચ કરીને સપ્તાહની શરૂઆત કરશે, ત્યારબાદ 30 સપ્ટેમ્બરે એડવાન્સ એગ્રોલાઇફ અને 3 ઓક્ટોબરે એમ્બેસી ગ્રુપ પ્રમોટેડ વર્કસ્પેસ પ્રોવાઇડર WeWork India Management લોન્ચ કરશે.
ગ્લોટીસઃ મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર ગ્લોટિસ 120-129 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ સાથે પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 307 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે
ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સઃ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર 128-135 પ્રતિ શેરના ઉપલા ભાવ બેન્ડ પર રૂ. 122.3 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ફેબટેક ટેક્નોલોજીસઃ ફાર્માસ્યુટિકલ મશીન ઉત્પાદક તેના IPO માટે રૂ. 181-191 પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે, જે રૂ. 230.35 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
એડવાન્સ એગ્રોલાઇફઃ એગ્રોકેમિકલ કંપની 192.9 કરોડ મેળવશે અને ઓફર માટે નક્કી કરાયેલ પ્રાઈસબેન્ડ રૂ. 95-100 પ્રતિ શેર છે.
વીવર્ક ઇન્ડિયા મેનેજમેન્ટઃ મેઇડન પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 3,000 કરોડ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રાખશે. તેણે ઓફર માટે પ્રતિ શેર રૂ. 615-648 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

SME સેગમેન્ટમાં 16 કંપનીઓના આઇપીઓનું થશે આક્રમણ
SME સેગમેન્ટમાં કુલ 16 કંપનીઓએ IPO લોન્ચ કર્યા હતા, જે 29-30 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. જેમાં Chiraharit, Sodhani Capital, Vijaypd Ceutical, Om Metallogic, Suba Hotels, અને Dhillon Freight Carrier 29 સપ્ટેમ્બરના રોજ તેમના પબ્લિક ઇશ્યૂ ખોલશે, જ્યારે Sunsky Logistics, Munish Forge, Sheel Biotech, Infinity Infoway, Shlokka Dyes, Shipwaves Online, Greenleaf Envirotech, Valplast Technologies, BAG Convergence, અને Zelio E-Mobilityના IPO 30 સપ્ટેમ્બરના રોજ ખુલશે.
આ 21 નવા આઇપીઓ ઉપરાંત, ગયા અઠવાડિયે ખુલેલા 14 IPO અઠવાડિયાના પહેલા બે દિવસમાં સબ્સ્ક્રિપ્શન માટે બંધ થવાના છે. તેમાં, ટેલિકોમ પાવર સિસ્ટમ્સ, ઓપ્ટિક ફાઇબર લેઇંગ અને રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર પેસ ડિજિટેકનો 819 કરોડનો પબ્લિક ઇશ્યૂ 30 સપ્ટેમ્બરે બંધ થશે, જ્યારે ઇથેનોલ ઉત્પાદક ટ્રુઆલ્ટ બાયોએનર્જી અને બાંધકામ મશીનરી નિકાસકાર જિંકુશાલ ઇન્ડસ્ટ્રીઝ 29 સપ્ટેમ્બરે તેમના IPO બંધ કરશે.
11 SME કંપનીઓમાંથી, ચેટરબોક્સ ટેક્નોલોજીસ, ગુજરાત પીનટ એન્ડ એગ્રી પ્રોડક્ટ્સ, ઇયરકાર્ટ અને ટેલ્જ પ્રોજેક્ટ્સના IPO 29 સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે, જ્યારે KVS કાસ્ટિંગ્સ, રુકમણી દેવી ગર્ગ એગ્રો ઇમ્પેક્સ, MPK સ્ટીલ્સ, અમીનજી રબર, માનસ પોલિમર્સ એન્ડ એનર્જીઝ, DSM ફ્રેશ ફૂડ્સ અને ભાવિક એન્ટરપ્રાઇઝના પબ્લિક ઇશ્યૂ માટે બિડિંગ 30 સપ્ટેમ્બરે બંધ થશે. NSB BPO સોલ્યુશન્સ 7 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે. આ IPO 23 સપ્ટેમ્બરે ખુલ્યો હતો.

સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ માટે લિસ્ટિંગ થવા થનગનતા 26 નવા આઇપીઓ
આ સપ્તાહે 26 નવા આઇપીઓ શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટની 11 કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાંથી, એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને ગણેશ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 29 સપ્ટેમ્બરે BSE અને NSE પર ડેબ્યૂ કરશે, જ્યારે શેષાસાઈ ટેક્નોલોજીસ, જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ, આનંદ રાઠી શેર અને સ્ટોક બ્રોકર્સ અને સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સના શેરમાં ટ્રેડિંગ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.

જૈન રિસોર્સ રિસાયક્લિંગ, એપેક પ્રીફેબ ટેક્નોલોજીસ, BMW વેન્ચર્સ 1 ઓક્ટોબરથી બજારમાં ડેબ્યૂ કરવા માટે સુનિશ્ચિત થયેલ છે, જ્યારે રોકાણકારો ટ્રુઆલ્ટ બાયોએનર્જી અને જિંકુશાલ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ટ્રેડિંગ 3 ઓક્ટોબરથી શરૂ કરી શકે છે. અને બાકીની 15 કંપનીઓ – ચેટરબોક્સ ટેક્નોલોજીસ, ગુજરાત પીનટ, ઇયરકાર્ટ, ટેલ્જ પ્રોજેક્ટ્સ, પ્રરુહ ટેક્નોલોજીસ, ગુરુનાનક એગ્રીકલ્ચર ઇન્ડિયા, જસ્ટો રીઅલફિનટેક, સિસ્ટમેટિક ઇન્ડસ્ટ્રીઝ, ઇકોલાઇન એક્ઝિમ, મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ, ટ્રુ કલર્સ, એપ્ટસ ફાર્મા, ભારતરોહન એરબોર્ન ઇનોવેશન્સ, સોલ્વેક્સ એડિબલ્સ અને પ્રાઇમ કેબલ ઇન્ડસ્ટ્રીઝ – SME સેગમેન્ટમાંથી છે, જે આ અઠવાડિયે BSE SME અથવા NSE Emerge પર લિસ્ટિંગ માટે લાઇનમાં છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
