હેલિકોપ્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે અદાણી ડિફેન્સ અને લિયોનાર્ડો વ્યૂહાત્મક ભાગીદારી

અમદાવાદ, 4 ફેબ્રુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની સંરક્ષણ અને એરોસ્પેસની મુખ્ય પાંખ અને ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંરક્ષણ, એરોસ્પેસ અને સુરક્ષામાં વિશ્વની અવ્વલ ક્રમની લિયોનાર્ડો સાથે સીમાચિહ્નરૂપ ભાગીદારી માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની આજે જાહેરાત કરી છે. બન્ને કંપની વચ્ચેના સહયોગથી ભારતમાં નિર્માણ થનાર સંપૂર્ણ સંકલિત હેલિકોપ્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમનું વધતી જતી લશ્કરી માંગને લક્ષ્યમાં લઇ દેશના હેલિકોપ્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફના પ્રયાણને આગળ ધપાવશે.

વિશેષ કરીને લિયોનાર્ડોના અદ્યતન AW169M અને AW109 ટ્રેકરM હેલિકોપ્ટર માટે ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તબક્કાવાર સ્વદેશીકરણ, મજબૂત જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ક્ષમતાઓ અને વ્યાપક પાઇલટ તાલીમ આ સહયોગ મારફત પૂરી પાડવામાં આવશે.
આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતના એરોસ્પેસના નકશાને નવો આકાર આપી સંરક્ષણ સ્વાયત્તતાને સુદ્રઢ બનાવી હેલિકોપ્ટર ઉત્પાદન અને ટકાઉપણું માટે વિશ્વસનીય વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતને સ્થાન આપે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
