વૈશ્વિક બજારોના મિશ્ર પ્રતિસાદના પગલે આજે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલ-પાથલ જળવાઈ રહેશે
અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી
વૈશ્વિક શેરબજારમાં મિશ્ર પ્રતિસાદના પગલે ભારતીય શેરબજાર આજે નીચા મથાળે ખૂલવાનો અંદાજ છે. વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ 16 ટકા સુધીનો ઉછાળો ધ્યાનમાં લેતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉથલ-પાથલનો માહોલ જળવાઈ રહેશે.
ગિફ્ટી નિફ્ટીએ આજે નેગેટિવ શરૂઆત બાદ તૂટ્યો છે. જે 121 પોઈન્ટના કડાકે 25424 પર કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. યુએસના ફુગાવાના ડેટા અપેક્ષા કરતાં ઘટ્યા છે. જે ફેડ રિઝર્વ દ્વારા જૂન રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડાનો સંકેત આપે છે. જેના પગલે ડોલર અને ટ્રેઝરી યીલ્ડ ઈન્ડેક્સ નબળો પડ્યો છે. બુલિયન માર્કેટમાં ફરી તેજી આવવાની સંભાવના માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ઘટાડાનું વલણ
શુક્રવારે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. સેન્સેક્સ 84500ના સ્તરની નજીક રિવર્સલ પેટર્ન બનાવી રહ્યો છે. તેના વિકલી ચાર્ટમાં બેરિશ કેન્ડલ બની હતી. જે ઘટાડાનું વલણ દર્શાવે છે. બીજી બાજુ આઈટી સેક્ટરમાં મોટાપાયે વેચવાલી યથાવત રહેશે. બ્લેકસ્ટોને ભારતના એઆઈ ક્લાઉડ પ્લેટફોર્મ નેયસાને વેગ આપવા 1.2 અબજ ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે અગાઉથી એઆઈની ભીતિનો સામનો કરી રહેલા આઈટી સેક્ટર પર પડકારોનું દબાણ વધ્યું છે.
ટેક્નિકલ વ્યૂહ
માર્કેટ નિષ્ણાતોના મતે, સેન્સેક્સ આજે 81700-81500ના સ્તરે ટ્રેડ થવાની શક્યતા છે. જેમાં મંદીનું જોર વધે તો 82200ના સ્તર સુધીનું કરેક્શન નોંધાઈ શકે છે. રેઝિસ્ટન્સ લેવલ 83100 છે. જો તેજીવાળાનું જોર વધે તો ઉપરમાં 83700-84000ના લેવલે બાઉન્સ બેક થઈ શકે છે.
નિફ્ટી50 ઈન્ડેક્સમાં બેરિશ કેન્ડલ જોવા મળી છે. જે તેની 50 દિવસની ડીઈએમએથી સરક્યો છે. સાપ્તાહિક ધોરણે ઈન્ડેક્સ 0.87 ટકા ઘટ્યો છે. જે સ્ટોક સ્પેસિફિક ખરીદી વચ્ચે કોન્સોલિડેશનનો સંકેત આપે છે.
