એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364

IPO ખૂલશે23 સપ્ટેમ્બર
IPO બંધ થશે25 સપ્ટેમ્બર
એન્કર બુક બિડ્સ22 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ. 343- 362
લોટ સાઇઝ41 શેર્સ અને ગુણાંકમાં
લિસ્ટિંગએનએસઇ, બીએસઇ
IPO સાઇઝરૂ. 2100 કરોડ
રિટેલ રોકાણકારો માટે10 ટકા
ગ્રે માર્કેટ પ્રિમિયમરૂ.16-18

અમદાવાદ, 21 સપ્ટેમ્બર: એલિવેટ કેમ્પસીસ લિમિટેડ (“Elevate Campuses”) 15 જૂન, 2026ના રોજ વિદ્યાર્થી ક્ષમતાના આધારે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન કરતી અને મેનેજ કરતી તેમજ કે-12 એસેટ્સની માલિકી ધરાવતું સૌથી મોટું સંસ્થાકીય અને સ્વતંત્ર એજ્યુકેશન પ્લેટફોર્મ છે. કંપનીની આઈપીઓ સંબંધિત બિડ/ઇશ્યૂ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે. બિડ/ઇશ્યૂ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026 રહેશે. ઓછામાં ઓછા 41 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 41 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. ઇક્વિટી શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. આ ઇશ્યૂમાં રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા એટલા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય રૂ. 21,000 મિલિયન (રૂ. 2,100 કરોડ) સુધીનું છે.

ક્રમઇશ્યૂના ઉદ્દેશ્યોઅંદાજિત રકમ (₹ કરોડ)
1K-12 સંસ્થાઓ અને કેમ્પસના અધિગ્રહણ1,100.00
2બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી750.00
3સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવું
કુલ1,850.00

કંપનીની કામગીરી અને ઇતિહાસ એટ એ ગ્લાન્સ

કંપનીના પ્રમોટર્સ: Genius Bidco Holdings Pte.Ltd. અને Genius Rajkot Investment Holdings Pte.Ltd.

એલિવેટ કેમ્પસીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (એચઈઆઈ)માં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટેની રહેઠાણ સુવિધાઓ તેમજ કે-12 સંપત્તિઓની માલિકી ધરાવે છે, તેને ઓપરેટ કરે છે અને મેનેજ કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીની વર્તમાન ક્ષમતા ભારતના 15 શહેરો અને સંયુક્ત આરબ અમીરાતના એક શહેરમાં કુલ 80,255 વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકે છે. કંપની વિદ્યાર્થીઓના રહેઠાણ માટે “Good Host Spaces” અને “ScholarZ” બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે, જ્યારે કે-12 ઓપરેટર્સ સાથે લાંબા ગાળાના લીઝ કરાર હેઠળ કે-12 એસેટ્સ મેનેજ કરે છે.

એલિવેટ કેમ્પસીસના પોર્ટફોલિયોમાં પોતાની માલિકીની તેમજ મેનેજ્ડ એસેટ્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2026 સુધીમાં ‘Owned Portfolio’ માં ભારતના છ શહેરોમાં આવેલા વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના કુલ સાત કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં કુલ 20,368 બેડ્સ (“Owned Beds”) છે. આ ઉપરાંત, દુબઈ (યુએઈ)માં બે કે-12 એસેટ્સ પણ આ પોર્ટફોલિયોમાં સામેલ છે. ‘મેનેજ્ડ પોર્ટફોલિયો’માં વિદ્યાર્થીઓના રહેઠાણ માટેના 14 કેમ્પસનો સમાવેશ થાય છે, જેમાં 31 માર્ચ, 2026 સુધીમાં કુલ 55,487 અંડર મેનેજમેન્ટ હતા (“Managed Beds”) (“Managed Portfolio”).

એલિવેટ કેમ્પસીસનું નેતૃત્વ રિયલ એસ્ટેટ, ડીલ ફાઇનાન્સિંગ તેમજ ઓપરેશન્સ અને ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે નિષ્ણાંત અને અનુભવી મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવે છે. કંપનીના પ્રમોટર્સની અંતિમ માલિકી અને નિયંત્રણ હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટના ફંડ્સ પાસે છે. હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. હિલહાઉસે 2020માં રિયલ-એસેટ્સ વ્યૂહરચના તરીકે રવા પાર્ટનર્સની સ્થાપના કરી હતી. સ્થાપના બાદથી રવા પાર્ટનર્સે એશિયાની રિયલ-એસેટ ઇકોનોમીના શિક્ષણ, લોજિસ્ટિક્સ/ઇન્ડસ્ટ્રીયલ, લાઇફ સાયન્સિસ/હેલ્થકેર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસશીલ ક્ષેત્રોમાં 3.5 અબજ અમેરિકી ડોલરથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

IPO લીડ મેનેજર: JM Financial Ltd., IIFL Capital Services Ltd., Morgan Stanley India Co. Pvt. Ltd.; IPO રજિસ્ટ્રાર: Kfin Technologies Ltd.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)