આ સપ્તાહે એકી સાથે 20 IPOનું ઘોડાપૂર; NSE સહિત 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાઇ જવા સાથે ટ્રેન્ડ ધીરે ધીરે મંદી તરફી બની રહ્યો છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં IPOની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યારસુધીમાં 38 IPOઆવી ચૂક્યા છે અને તા. 21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સપ્તાહ દરમિયાન વધુ 20 IPOનું ઘોડાપૂર આવી રહ્યું છે. આ કંપનીઓ દ્વારા એકત્ર કરવામાં આવનાર કુલ ભંડોળ રૂ. 4,200 કરોડથી વધુ થવાની ધારણા છે, જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં રૂ. 3,825 કરોડના IPOનો સમાવેશ થાય છે.

ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ‘મનીવ્યૂ’ (Moneyview)ની પ્રાઇસ બેન્ડની વિગતો સોમવારે જાહેર કરવામાં આવશે. આ IPO 24 સપ્ટેમ્બરે આવશે. કંપનીએ તાજેતરમાં તેના IPOનું કદ ઘટાડ્યું છે; સુધારેલા નવા ઇશ્યૂનું કદ રૂ. 750 કરોડ છે અને તેમાં 10.04 કરોડ શેરનો ‘ઓફર-ફોર-સેલ’ (OFS) સામેલ છે.

વરમોરા ગ્રેનિટો (Varmora Granito) ગુજરાત સ્થિત સિરામિક અને વિટ્રિફાઇડ ટાઇલ્સ ઉત્પાદક  મેઈનબોર્ડ સેગમેન્ટમાં તેનો રૂ. 708 કરોડનો IPO લાવી રહી છે, જેનું સબ્સ્ક્રિપ્શન 22 સપ્ટેમ્બરથી ખુલશે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 140-148 નક્કી કરવામાં આવી છે. આ IPOમાં રૂ. 320 કરોડના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) અને રૂ. 388.02 કરોડની કિંમતના 2.62 કરોડ ઇક્વિટી શેરનો OFS સામેલ છે.

એલિવેટ કેમ્પસીસ (Elevate Campuses), આર્મી ઇન્ફોટેક (ArMee Infotech), સ્વસ્તિકા ઇન્ફ્રા (Swastika Infra) અને એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા (Adroit Industries India) 23 સપ્ટેમ્બરે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.

એલિવેટ કેમ્પસીસઃ સિંગાપોર સ્થિત હિલહાઉસ કેપિટલ (Hillhouse Capital)ની માલિકીની અને વિદ્યાર્થીઓના રહેઠાણની સુવિધા પૂરી પાડતી કંપની રૂ. 343-362ની પ્રાઇસ બેન્ડ સાથે રૂ. 2,100 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે નવા શેરના ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) પર આધારિત છે.

આરમી ઇન્ફોટેક (ArMee Infotech) ગુજરાત સ્થિત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવા પ્રદાતા સંપૂર્ણપણે નવા શેરના ઇશ્યૂ દ્વારા રૂ. 300 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરી રહી છે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 350-375 નક્કી કરવામાં આવ્યો છે.

સ્વસ્તિકા ઇન્ફ્રા (Swastika Infra) – રાજસ્થાન સ્થિત પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં નિપુણતા ધરાવતી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની છે. તે તેના IPO દ્વારા રૂ. 161.37 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઇશ્યૂમાં રૂ. 129 કરોડના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) અને રૂ. 32.37 કરોડની કિંમતના રૂ. 175-185ની પ્રાઈસ બેન્ડ ધરાવતાં 17.5 લાખ શેરના OFS (ઓફર ફોર સેલ)નો સમાવેશ થાય છે.

એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા (Adroit Industries India) મધ્ય પ્રદેશમાં મુખ્ય મથક ધરાવતી ઓટો ઘટકો બનાવતી કંપની તેના પ્રથમ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 150.7 કરોડ એકત્ર કરવા માંગે છે. આ IPOમાં 98.97 લાખ નવા શેર અને 13.5 લાખ શેરના OFSનો સમાવેશ થાય છે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 126-134 નક્કી કરવામાં આવી છે.

એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા (A-One Steels India) બેંગલુરુ સ્થિત સ્ટીલ ઉત્પાદકનો રૂ. 405 કરોડનો IPO 24 સપ્ટેમ્બરના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ ઇશ્યૂમાં રૂ. 355 કરોડનો નવો ઇશ્યૂ અને રૂ. 50 કરોડના OFSનો સમાવેશ થાય છે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર રૂ. 385-405 નક્કી કરવામાં આવી છે.

મેઇનબોર્ડ IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpening DateClosing DateIssue Price (Rs.)Total Issue (Rs.cr.)ListingLead Manager
A-One Steels India24-Sep28-Sep385-405405BSE, NSEPL Capital
Adroit Industries (India)23-Sep25-Sep126-134150.71BSE, NSEChoice Capital
Elevate Campuses23-Sep25-Sep343-3622,100BSE, NSEJM Financial
Swastika Infra23-Sep25-Sep175-185160.88BSE, NSESrujan Alpha Capital
ArMee Infotech23-Sep25-Sep350-375300BSE, NSEKhandwala Securities
Varmora Granito22-Sep24-Sep140-148708.02BSE, NSEJM Financial
NSE17-Sep21-Sep1700-178522,561.57BSEKotak Mahindra Capital
Sonaselection India17-Sep21-Sep94-99141.57BSE, NSEChoice Capital

SME સેગ્મેન્ટમાં 13 IPO દ્વારા રૂ. 400 કરોડ એકત્ર કરવામાં આવશે

SME સેગમેન્ટમાં આવતા અઠવાડિયે કુલ 13 કંપનીઓ તેમના IPO લાવશે, જેમાં ભંડોળ એકત્ર કરવાનું સંયુક્ત કદ રૂ. 400 કરોડથી વધુ થવાની ધારણા છે. FX મલ્ટિટેક (FX Multitech), વિવેકાનંદ કોટસ્પિન (Vivekanand Cotspin) અને રોબોકિડ્ઝ એડુવેન્ચર્સ (Robokidz Eduventures) અનુક્રમે રૂ. 45 કરોડથી વધુ, રૂ. 31 કરોડ અને રૂ. 22 કરોડના IPO 21 સપ્ટેમ્બરના રોજ ખોલશે. ત્યારબાદ હિમાલય ન્યુટ્રાવેડિક્સ ઇન્ડિયા (Himalaya Nutravedics India) અને આનંદ સીમલેસ (Anand Seamless) આવશે, જેના પબ્લિક ઇશ્યૂ (જેનું મૂલ્ય અનુક્રમે રૂ. 26.5 કરોડ અને રૂ. 25.5 કરોડ છે) 22 સપ્ટેમ્બરના રોજ ખુલશે. મેઈનબોર્ડની જેમ જ, 23 સપ્ટેમ્બરના રોજ SME IPOનું કેલેન્ડર પણ વ્યસ્ત રહેશે, જેમાં 6 પબ્લિક ઇશ્યૂ — પૂજા લોજિસ્ટિક્સ (Pooja Logistics), લિક્વિડ ડિજિટલ ઇન્ડિયા (Liqvd Digital India), યુનિટેક ફાઇબર્સ (Unitec Fibres), SK ઓફસેટ (SK Offset), કોરઇન્ટિગ્રા કન્સલ્ટિંગ સર્વિસીસ (Coreintegra Consulting Services) અને સાઈ ઉર્જા ઇન્ડો વેન્ચર્સ (Sai ​​Urja Indo Ventures) — સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આમ, મેઇન બોર્ડ IPO સહિત કુલ 10 ઓફર્સ એક જ દિવસે લોન્ચ થવા માટે તૈયાર છે.

પૂજા લોજિસ્ટિક્સ પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 44 કરોડથી વધુ રકમ એકત્ર કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે લિક્વિડ ડિજિટલ ઈન્ડિયા રૂ. 39 કરોડ, યુનાઈટેક ફાઈબર્સ રૂ. 34.5 કરોડ, એસકે ઓફસેટ રૂ. 29 કરોડ, કોરઈન્ટિગ્રા કન્સલ્ટિંગ સર્વિસીસ રૂ. 22 કરોડ અને સાઈ ઉર્જા ઈન્ડો વેન્ચર્સ રૂ. 25 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તે ઉપરાંત SME સેગમેન્ટમાંથી પેશ્વા વ્હીટ અને બેન્ચ માર્ક ઈન્ફોટેક સર્વિસીસના IPO આવશે, જે અનુક્રમે 24 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. તેમની સંયુક્ત ભંડોળ એકત્ર કરવાની રકમ આશરે રૂ. 100 કરોડ રહેવાની ધારણા છે.

SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpening DateClosing DateIssue Price (Rs.)Total Issue (Rs.cr.)Listing atLead Manager
Bench Mark Infotech Services25-Sep29-Sep 0NSE SMEGYR Capital
Peshwa Wheat24-Sep28-Sep 0BSE SMEFinaax Advisors
Coreintegra Consulting Services23-Sep25-Sep74-7821.99NSE SMEMarwadi Chandarana Intermediaries
Sai Urja Indo Ventures23-Sep25-Sep107-11324.95BSE SMEShannon Advisors
Pooja Logistics23-Sep25-Sep109-11544.23NSE SMEShare India Capital
Liqvd Digital India23-Sep25-Sep51-5439.01BSE SMEIndorient Financial
S.K.Offset23-Sep25-Sep119-12529.06BSE SMEComfort Securities
Unitec Fibres23-Sep25-Sep83-8834.47BSE SMESmart Horizon Capital
Himalaya Nutravedics India22-Sep24-Sep100-10626.50BSE SMENirbhay Capital
Anand Seamless22-Sep24-Sep7225.52BSE SMEAftertrade Broking
Vivekanand Cotspin21-Sep23-Sep32-3722.20BSE SMESwastika Investmart
FX Multitech21-Sep23-Sep110-11645.24BSE SMEOneview Corporate
Robokidz Eduventures21-Sep23-Sep100-10631.09BSE SMEGYR Capital
Axiom Gas Engineering18-Sep22-Sep51-5450.75NSE SMESKI Capital
Kheria Autocomp17-Sep21-Sep96-10146.44NSE SMESMC Capitals
SpectraA Technology Solutions17-Sep21-Sep11842.52NSE SMEIndcap

આ સપ્તાહે બંધ થનારા IPOમાં NSE મુખ્ય રહેશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને ટેક્સટાઈલ કંપની સોનાસિલેક્શન ઈન્ડિયા તેમના IPO 21 સપ્ટેમ્બરના રોજ બંધ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં તેમને અનુક્રમે 1.16 ગણું અને 90 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. SME સેગમેન્ટમાં, સ્પેક્ટ્રા ટેક્નોલોજી સોલ્યુશન્સ અને ખેરીયા ઓટોકોમ્પ – જેમને અત્યાર સુધીમાં અનુક્રમે 18.43 ગણું અને 45 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું છે – તેમના IPO 21 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. એક્સિઓમ ગેસ એન્જિનિયરિંગનો ઈશ્યુ 22 સપ્ટેમ્બરના રોજ બંધ થવાનો છે અને તેને અત્યાર સુધીમાં 58 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું છે.

આ સપ્તાહે કુલ 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં

આ સપ્તાહે શેરબજારમાં કુલ 14 નવી કંપનીઓ ટ્રેડિંગ માટે લિસ્ટિંગ કરાવવાની યોજના ધરાવે છે. જેમાં મેઈનબોર્ડ સેગમેન્ટની 6 કંપનીઓનો સમાવેશ થાય છે. તે પૈકી મનિકા પ્લાસ્ટેક, હીરો મોટર્સ, એસએસ રિટેલ, જિંદાલ સુપ્રીમ (ઈન્ડિયા), NSE અને સોનાસિલેક્શન ઈન્ડિયા છે. મનિકા પ્લાસ્ટેક 21 સપ્ટેમ્બરના રોજ સેકન્ડરી માર્કેટમાં પ્રવેશ કરશે, ત્યારબાદ હીરો મોટર્સ, એસએસ રિટેલ અને જિંદાલ સુપ્રીમ (ઈન્ડિયા) આવશે, જેનું લિસ્ટિંગ 23 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. સોનાસિલેક્શન ઈન્ડિયા અને બહુપ્રતિક્ષિત NSEના શેરમાં ટ્રેડિંગ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. SME સેગમેન્ટમાં 8 કંપનીઓ લિસ્ટિંગ કરશે. સેન્ચુરી બિઝનેસ મીડિયા અને ઇન્જેક્ટો પોલિમર્સના શેરનું ટ્રેડિંગ 21 સપ્ટેમ્બરથી BSE SME પ્લેટફોર્મ પર શરૂ થશે, ત્યારબાદ વામા વોવનફેબ અને ક્વોન્ટો એગ્રોવર્લ્ડ 22 સપ્ટેમ્બરે લિસ્ટ થશે. સ્પેક્ટ્રાએ ટેક્નોલોજી સોલ્યુશન્સ અને ખેરીયા ઓટોકોમ્પના શેરનું ટ્રેડિંગ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર 24 સપ્ટેમ્બરથી શરૂ થશે, અને ત્યારબાદ 25 સપ્ટેમ્બરે એક્સિઓમ ગેસ એન્જિનિયરિંગનું ટ્રેડિંગ શરૂ થશે. આ 14 કંપનીઓ પૈકી, SS રિટેલ, સ્પેક્ટ્રાએ ટેક્નોલોજી સોલ્યુશન્સ અને જિંદાલ સુપ્રીમના શેરોએ ગ્રે માર્કેટમાં 30 ટકાથી વધુનું પ્રીમિયમ મેળવ્યું હતું. બજારના નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, અન્ય તમામ કંપનીઓને ગ્રે માર્કેટના રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)