આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં નિકોલમાં નવી બ્રાન્ચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ, ગુજરાત, 25 જૂન, 2026: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટા કંપની તથા અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (ABHFL) અમદાવાદમાં નિકોલ ખાતે નવી બ્રાન્ચના શુભારંભ સાથે ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે. દેશભરમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરવાના તેના વ્યાપક પ્લાન અંતર્ગત નવી બ્રાન્ચ શરૂ કરાઇ છે. આ ઉમેરા સાથે આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનું ગુજરાતમાં નેટવર્ક વધીને કુલ 20 બ્રાન્ચ થયું છે, હાઇ-ગ્રોથ માર્કેટમાં તેની ઉપસ્થિતિ મજબૂત બની છે તથા ગ્રાહકોની સુવિધામાં વધારો થયો છે.

ગુજરાતમાં અમદાવાદ પ્રમુખ રેસિડેન્શિયલ માર્કેટ છે, જે તેની મજબૂત ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિ, ઔદ્યોગિક કેન્દ્રો અને વિકસતા શહેરી માળખાગત સુવિધાઓ દ્વારા પ્રેરિત છે. રાજ્યના અગ્રણી આર્થિક કેન્દ્રો પૈકીના એક તરીકે અમદાવાદમાં પગારદાર પ્રોફેશનલ્સ, વેપારીઓ, વ્યવસાય માલિકો અને સેલ્ફ-એમ્પલોઇડ વ્યક્તિઓ સહિત ગ્રાહકના વૈવિધ્યસભર આધાર તરફથી હાઉસિંગની માગ જોવા મળી રહી છે, જેમાં એફોર્ડેબલ, ઇનફોર્મલ અને પ્રાઇમ હાઉસિંગ સેગમેન્ટ્સ સામેલ છે. કંપની નવી બ્રાન્ચ દ્વારા ગ્રાહકો માટે વિશિષ્ટ હાઉસિંગ ફાઇનાન્સ સોલ્યુશન્સની પહોંચ વધારશે, જેથી ગ્રાહકો વધુ સરળતા અને સુવિધા સાથે ઘર ખરીદવાના સપનાને સાકાર કરી શકશે.

ABHFL ગ્રાહકોના વૈવિધ્યસભર સેગમેન્ટને હાઉસિંગ ફાઇનાન્સ સોલ્યુશ્સનો વ્યાપક સમૂહ ઓફર કરે છે, જેમાં એફોર્ડેબલ હાઉસિંગ, પ્રાઇમ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ અને પ્રોપર્ટી ઉપર લોન સામેલ છે. તેમાં પગારદાર વ્યક્તિઓ, સેલ્ફ-એમ્પલોઇડ પ્રોફેશનલ્સ, સેલ્ફ-એમ્પલોઇ નોન-પ્રોફેશનલ્સ અને ઉભરતાં આવક સમૂહોને સેવા પૂરી પડાય છે. મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે ABHFL સરળ ઓનબોર્ડિંગ, ઝડપી મંજૂરીઓ અને પારદર્શિતા સક્ષમ કરે છે, જેથી ગ્રાહક માટે શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરવામાં આવે છે.   

આ લોંચ પ્રસંગે ABHFL રૂ. 50 લાખ સુધીની સ્પોટ લોન મંજૂરી સાથે શૂન્ય લોગઇન ફી ઓફર કરી રહ્યું છે, જે 24 જૂનથી 30 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. તેનાથી આ નવી બ્રાન્ચ ખાતે ગ્રાહકો માટે ધિરાણ ઝડપી અને એફોર્ડેબલ એક્સેસ સક્ષમ બનશે.

આ વિસ્તરણ અંગે આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના એમડી અને સીઇઓ પંકજ ગાડગિલે કહ્યું હતું કે, “ગુજરાત અમારા માટે મહત્વપૂર્ણ ગ્રોથ માર્કેટ છે. મજબૂત માગ અને વધતી આકાંક્ષાઓ સાથે અમે ગ્રાહક સાથે જોડાણ વધુ ગાઢ કરવા માટે અમારી પ્રાદેશિક ઉપસ્થિતિ વધારી રહ્યાં છીએ. મજબૂત ડિજિટલ ક્ષમતાઓ સાથે અમારી વધતી ડિસ્ટ્રિબ્યુશન હાજરી દ્વારા અમારો ઉદ્દેશ્ય ગ્રાહકો માટે માલિકીની સફર સરળ, ઝડપી અને સમસ્યા-મુક્ત બનાવવાનો છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)