અદાણી ગ્રીન દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે વૈશ્વિક ઊર્જા સંવાદનું આયોજન
લંડન/ભારત, 28 જૂન: અદાણી ગ્રીન એનર્જી લિ. ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટે ઝડપી વવીજળીકરણ હાથ ધરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે વિશ્વસનીય, સસ્તી અને ચોવીસ કલાક સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે સંગ્રહ ક્ષમતા સાથેની સંકલિત નવીનીકરણીય ઉર્જા મહત્વની બની રહેશે.
લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ઉર્જા સંક્રમણ કમિશન (ETC) અને અદાણી ગ્રીન એનર્જી લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત લંડન આબોહવા કાર્યવાહી સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે નીતિ નિર્માતાઓ, રોકાણકારો, વ્યવસાયિક અગ્રણીઓ અને આબોહવા નિષ્ણાતો સાથે સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે જરૂરી નીતિ, રોકાણ અને માળખાગત સુવિધાઓની સાગરે ચર્ચા કરી હતી.
અદાણીએ ઊર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને ટકાઉપણુંને વર્તમાન સમયના નિર્ણાયક પડકારોમાંના એક તરીકે ગણાવતા કહ્યું હતું કે આ ત્રણેયને પહોંચી વળવાના માર્ગોમાંથી વીજળીકરણ સૌથી અસરકારક તરીકે ઉભરી રહ્યું છે ત્યારે સ્થિતિસ્થાપક વિકાસ અને વધુ ઉર્જા સ્વતંત્રતા ઇચ્છતા દેશો માટે વીજળીકરણને વેગ આપવો અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે “બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) અને પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (PSPs) જેવી સ્ટોરેજ ટેકનોલોજી સાથે જોડવાથી નવીનીકરણીય ઊર્જા તેની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરીને તે સ્વચ્છ ઊર્જાને વિશ્વસનીય, સસ્તી અને ચોવીસ કલાક ઉપલબ્ધ બનાવે છે. ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા નવીનીકરણીય ઊર્જા પ્લાન્ટ મારફત ૨૦૩૦ સુધીમાં ૫૦ ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા તરફ અદાણી ગ્રીન આગળ વધી રહી છે તેની માહિતી આપતા તેમણે સ્વચ્છ ઊર્જાને મોટા પાયે સંગ્રહ સાથે સંકલિત કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.
વિશ્વના સૌથી મોટા સ્વતંત્ર આબોહવા કાર્યક્રમોમાંના એક લંડન આબોહવા કાર્યવાહી સપ્તાહ દરમિયાન યોજાયેલા આ સંવાદમાં આ કામગીરીને આગળ વધારવા, નીતિગત નવીનતાને પ્રોત્સાહન અને ઊર્જા સંક્રમણ ક્ષેત્રમાં રોકાણ એકત્રિત કરવામાં આંતરરાષ્ટ્રીય સહયોગના વધતા મહત્વને દર્શાવવામાં આવ્યું હતું.
ETC ના સહ-અધ્યક્ષ લોર્ડ એડેર ટર્નર અને યુકે ક્લાઇમેટ ચેન્જ કમિટીના અધ્યક્ષ નિગેલ ટોપિંગની અધ્યક્ષતામાં આ પ્રસંગે બે ઉચ્ચ-સ્તરીય સત્રો યોજાયા હતા. જેમાં ઓક્ટોપસ એનર્જી, સ્નેડર ઇલેક્ટ્રિક, ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ, ગ્રીન ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને અદાણી ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમણે ઊર્જા, ફાઇનાન્સ, ટેકનોલોજી અને ટકાઉ માળખાગત સુવિધાઓમાં કુશળતા સંબંધી વિષદ છણાવટ કરી હતી
આ સંવાદમાં બોલતા, લોર્ડ ટર્નરે શૂન્ય ઉત્સર્જન માટેના અર્થતંત્રોનું નિર્માણ કરવા અને ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવા માટે ઘણા પગલાં લેવાની આવશ્યકતા દર્શાવી કહ્યું હતું કે અત્યાર સુધી સૌથી મહત્વનું સ્વચ્છ વીજળીકરણ છે ત્યારે શક્ય તેટલું અર્થતંત્રનું વીજળીકરણ અને વીજળી ઉત્પાદન ડીકાર્બોનાઇઝ કરવું સમયની માંગ છે. સારા સમાચાર એ છે કે માર્ગ પરિવહન, બાંધકામ હીટિંગ અને નીચા તાપમાનવાળા ઔદ્યોગિક ગરમ જેવા ક્ષેત્રોમાં અગાઉથી જ વીજળીકરણ કરકસરયુકત છે; તેમણે ઉમેર્યું કે ભારે ઉદ્યોગમાં જોવા મળતી ઉચ્ચ તાપમાન ગરમીની માંગને તકનીકી પ્રગતિ વીજળીકરણ કરવાનું શક્ય બનાવી રહી છે.”
ટોપિંગે કહ્યું હતું કે પાવર સિસ્ટમ્સને ડીકાર્બોનાઇઝ કરવાના ક્ષેત્રમાં રોકાણ ઝડપી બની રહ્યું છે, ત્યારે વાસ્તવિક આર્થિક અને આબોહવા પરિવર્તનના લાભો અર્થતંત્રના પાસાઓના વીજળીકરણ કરવાથી મળે છે. તેમણે કહ્યું હતું કે હજુ પણ મોટાભાગે અશ્મિભૂત ઇંધણ દ્વારા સંચાલિત છે ત્યારે ટેકનોલોજી ખર્ચ કેવી રીતે ઘટે અને આધુનિક ગ્રીડમાં સુગમતાની ભૂમિકાની સ્પષ્ટ સમજ મોટા પ્રમાણમાં રોકાણને ખોલવાની ચાવી છે.
વિશ્વના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના એક અદાણી સમૂહે ઊર્જા સંક્રમણ અને સંબંધિત માળખાગત સુવિધાઓ માટે યુએસ.ડોલર૧૦૦ બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. નવીનીકરણીય ઊર્જાની સાથે, ટ્રાન્સમિશન, ઊર્જા સંગ્રહ, ગ્રીન હાઇડ્રોજન, ડિજિટલ માળખાગત સુવિધાઓ અને આગામી પેઢીના ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં રોકાણ કરવાનું સમૂહે ચાલુ રાખ્યું છે જેથી ઓછા કાર્બન અર્થતંત્ર તરફ સંક્રમણને ટેકો મળે.
અદાણી ગ્રીન દ્વારા સમર્થિત લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતેની ગેલેરીની મુલાકાત સાથે આ કાર્યક્રમ સંપ્પ્ન થયો હતો. આ ગેલેરીમાં ઇમર્સિવ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ અનુભવો દ્વારા, સ્વચ્છ, ઓછી કાર્બન ઊર્જા તરફ વૈશ્વિક સંક્રમણને આગળ ધપાવતી ટેકનોલોજીઓ અને નવીનતાઓની શોધ મુલાકાતીઓને આવતીકાલની ઊર્જા પ્રણાલીઓને આકાર આપતી પસંદગીઓને સમજવામાં મદદ કરે છે. માર્ચ ૨૦૨૪માં ખુલ્લી મૂકાયેલી આ ગેલેરીની ૧૦ લાખથી વધુ લોકોએ લીધેલી મુલાકાત ઊર્જા સંક્રમણને આગળ ધપાવતા વિજ્ઞાન અને ઉકેલો સાથે વધતી જતી જાહેર ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
