માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24000 ઉપર ટકી રહેવું અત્યંત જરૂરી, 24800 રોક બોટમ

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ તરીકે 24000નું લેવલ કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ 23800નું લેવલ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરે છે. જોકે, 24300થી ઉપર એક નિર્ણાયક ચાલ 24500- 24600 સુધીના સુધારા સાથે તેજી માટેનો માર્ગ ખોલી શકે છે.
| Stocks to Watch: | Torrent Power, Persistent Systems, Aurobindo Pharma, Indoco Remedies, BEML, Lupin, Dr Reddys Laboratories, Jubilant Pharmova, Zydus Lifesciences, Hexaware Technologies, KEC International, Bharti Airtel, Vodafone, Medanta, Tata Motors, Cholamandalam Investment, Radico Khaitan, Kotak Bank, Inox Green |
અમદાવાદ, 29 જૂનઃ ગીફ્ટ નિફ્ટી સ્ટેડી ટૂ નેગેટિવ ઓપનિંગનો સંકેત આપી રહ્યો છે. સામે માર્કેટ સેન્ટિમેન્ટ સાધારણ સુધારાની ચાલની આગેકૂચ માટે આશાવાદ ધરાવે છે. આવી સ્થિતિમાં સામાન્ય રોકાણકારોએ માર્કેટ ચોક્કસ દિશા પકડે ત્યાં સુધી રાહ જોવી અને ટ્રેડર્સ તેમજ સ્પેક્યુલેટર્સે માર્કેટમાં સ્ટોપલોસ સાથે આગળ વધવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. જોકે, કેટલાંક સ્ટોક સ્પેસિફિક તેજી મંદીના જુવાળ જોવા મળે તેવી પણ શક્યતા નકારી શકાય નહિં.
11 જૂનના રોજ નિફ્ટીએ 23080ના સ્તરથી મજબૂત રિકવરી નોંધાવી હતી, જે લગભગ 5 ટકા વધીને 24189 પોઇન્ટ પર પહોંચ્યો હતો. આ તીવ્ર ચાલને પગલે, નિફ્ટી 23750- 24000ની રેન્જમાં કોન્સોલિડેટેડ થઈ રહ્યો છે. તાજેતરના સત્રોમાં, તેણે આ રેન્જથી ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 24250- 24300ની આસપાસ મજબૂત રેઝિસ્ટન્સનો સામનો કરવો પડ્યો અને અંતે કોન્સોલિડેશન ઝોનમાં પાછો બંધ થયો છે.
એકંદર ટૂંકાથી મધ્યમ ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ રહે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવે છે, નિફ્ટી તેના 20-દિવસ અને 50-દિવસના EMAથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યાં સુધી પોઝિશનલ ધોરણે 23,620 જાળવી રાખવામાં આવે ત્યાં સુધી બાયસ ટ્રેન્ડ રહે છે, જ્યારે તાત્કાલિક સપોર્ટ 23,750ની નજીક જોવા મળે છે. ઉપર તરફ, રેઝિસ્ટન્સ 24,200 પર મૂકવામાં આવે છે, ત્યારબાદ 24,300 આવે છે. જ્યાં સુધી આ લેવલ્સ નિર્ણાયક રીતે પાર ન થાય ત્યાં સુધી, નિફ્ટી હળવા પોઝિટિવ બાયસ સાથે સાઇડવે ટ્રેડ કરે તેવી અપેક્ષા છે. 24,300થી ઉપર બ્રેકઆઉટ 24,550-24,600 તરફ આગળ વધી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં જોવા મળેલા મજબૂત અપમૂવ પછી બેંક નિફ્ટી કોન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હોય તેવું લાગે છે. સતત બીજા અઠવાડિયામાં, તેજીવાળાઓ 57,500-57,450ના તાજેતરના સ્વિંગ હાઇ ઝોનની ઉપર બંધ મેળવવામાં સફળ રહ્યા છે. બેન્ક નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 57,500-57,450 ઝોન, ત્યારબાદ 57,100-56,800 બેન્ડમાં મજબૂત સપોર્ટ ક્લસ્ટર આવે છે. ઉપર તરફ, તાત્કાલિક રેઝિસ્ટન્સ 58,600-58,700 ઝોનમાં મૂકવામાં આવે છે, ત્યારબાદ 59,200-59,300 રેન્જમાં મજબૂત રેઝિસ્ટન્સ જણાતો હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો જણાવે છે.
| Mainboard Listing | Turtlemint Fintech Solutions |
| SME Listing | Anubhav Plast |
| Stocks Trade Ex-Dividend | Jyothy Labs, Kansai Nerolac Paints, Kalpataru Projects, Raymond Lifestyle |
| Stock Trades Ex-Date for Buy Back | Kajaria Ceramics |
| Stock Trades Ex-Date for Reduction of Capital | Kedia Construction Company |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
