અમદાવાદઃ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ (વીજીજીએસ) 2017 દરમિયાન ગુજરાત સરકાર સાથે થયેલા એમઓયુને અનુરૂપ રહીને જીએચસીએલે સોડા એશની 0.5 MTPAની અત્યાધુનિક ઉત્પાદનક્ષમતાને સ્થાપિત કરવા માટે રૂ. 4000 કરોડની ખર્ચજોગવાઈ ધરાવતા એક મહત્વાકાંક્ષી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. GHCL કાર્બન ન્યુટ્રાલિટી પર ધ્યાન કેન્દ્રીત કરી અને પર્યાવરણને અનુરૂપ ઊર્જા સંસાધનોનું અન્વેષણ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો આ પ્લાન્ટ સ્થાપવા માટે કટિબદ્ધ છે. GHCL ગુજરાતના સૂત્રાપાડામાં આવેલા તેના પ્લાન્ટ મારફતે દેશની સોડા એશની કુલ વાર્ષિક માંગમાંથી 25%ને સંતોષે છે. આ પ્લાન્ટ સોડા એશની વાર્ષિક 1.2 મિલિયન ટન (MTPA) સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ સિવાય, તે ગુજરાત અને તામિલનાડુમાં વ્યાપક ઉપસ્થિતિની સાથે ચૂનાના પથ્થર, લિગ્નાઇટની ખાણો અને સૉલ્ટવર્ક્સનું બૅકવર્ડ ઇન્ટીગ્રેશન પણ ધરાવે છે.

Mr. R.S. JALAN, MD, GHCL

4800 કરોડના માર્કેટકેપ સાથે રોકાણકારોમાં વિશ્વાસ ધરાવતી કંપની

બે દાયકામાં સ્પિનિંગ બિઝનેસમાં 2.25 લાખ સ્પીન્ડલ્સની ક્ષમતા ડેવલોપ કરી

47 મેગાવોટની પવન- સૌર ઉર્જા, સ્પીનિંગ બિઝનેસની 75 ટકા જરૂરિયાત સંતોષે છે

2010- 2022ના ગાળામાં કંપનીની આવકો 3.5 ગણી વધી રૂ. 4000 કરોડે પહોંચી

દેવું ઘટી રૂ. 1400 કરોડ થઇ જવા સાથે વધારાની રોકડ સાથે ઋણમુક્ત કંપની બની

કંપનીનો કરવેરા પૂર્વે નફો 10 વર્ષમાં 7 ગણો વધી રૂ. 800 કરોડ થઇ ગયો

બે દાયકામાં સ્પિંનિંગ બિઝનેસમાં 2.25 લાખ સ્પિન્ડલ્સની ક્ષમતા હાંસલ કરી

છેલ્લાં બે દાયકા દરમિયાન કંપનીએ સ્પિનિંગ બિઝનેસમાં પગરણ માંડ્યાં છે, જેને તેણે 2.25 લાખ સ્પિન્ડલ્સ સુધી વિસ્તાર્યો છે. આ કંપની પવન અને સૌર ઊર્જા સહિત 47 મેગાવૉટ (MW)ની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા પણ ધરાવે છે, જે સ્પિનિંગ બિઝનેસમાં તેની લગભગ 75% ઊર્જા જરૂરિયાતોને સંતોષે છે.

કંપનીની આર્થિક કામગીરી એક નજરેઃ 12 વર્ષમાં આવકો 3.5 ગણી વધી

વર્ષ 2010થી વર્ષ 2022 સુધીના 12 વર્ષના સમયગાળામાં GHCLની આવક 3.5 ગણી વધીને ₹4,000 કરોડ થઈ ગઈ છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કરવેરાઓની ચૂકવણી કર્યા પહેલાનો નફો (પીબીટી) 7 ગણો વધીને ₹800 કરોડ થઈ ગયો છે. આ સાથે જ કંપનીનું ઋણ ઘટીને ₹1,400 કરોડ થઈ ગયું છે અને હવે તે વધારાની રોકડ ધરાવવાની સાથે સ્પષ્ટ ઋણમુક્ત કંપની બની ગઈ છે.

સોડા એશની 40 ટકા માગ ભારતને આયાત કરીને પૂરી કરવી પડે છે

સમગ્ર વિશ્વમાં સોડા એશના ઉત્પાદન માટેની સ્થાપિત ક્ષમતા 71 MTPA છે, જેનો ઉપયોગ કરીને 63 MTPAનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં ચીન વિશ્વમાં ઉત્પાદિત સોડા એશની કુલ માત્રામાં 45%ના હિસ્સા સાથે સૌથી મોટો ઉત્પાદનકર્તા દેશ છે. સોડા એશના ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતામાં યુએસ અને યુરોપનો સંયુક્ત હિસ્સો 40% છે. વિશ્વમાં સોડા એશની માંગ દર વર્ષે 2-3%ના દરે વધી છે. તેની સામે ભારતમાં તેની માંગ દર વર્ષે 5%ના દરે વધી છે. નાણાકીય વર્ષ 2021-2022માં ભારતમાં સોડા એશની માંગ 4.1 MTPA હતી, જેમાંથી લગભગ 70% માંગ ડીટર્જન્ટ અને ગ્લાસ ઇન્ડસ્ટ્રીમાંથી આવી હતી. જોકે, ભારતની સોડા એશની કુલ માંગમાંથી લગભગ 20%ને આયાત કરીને પૂરી કરવામાં આવી હતી, જે આત્મનિર્ભર ભારતને અનુરૂપ ઘરેલું ક્ષમતાને વધારવાની જરૂરિયાતને સૂચવે છે. ભારત કે જે વિશ્વમાં સોડા એશના ઉત્પાદનની કુલ ક્ષમતામાં ફક્ત 6%નો હિસ્સો ધરાવે છે, તેણે ગ્રીન એનર્જી પર રૂપાંતરિત થવા પર પણ સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનાથી સોડા એશની માંગમાં વધારો થશે.