પ્રિસ્ટીન લોજિસ્ટિક્સે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ પ્રિસ્ટીન લોજિસ્ટિક્સ એન્ડ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડે સંભવિત આઈપીઓ તરફ મહત્વપૂર્ણ પગલું ભરતાં, પ્રી-ફાઇલિંગ માર્ગ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે.

વર્ષ 2008માં સ્થાપિત પ્રિસ્ટીન લોજિસ્ટિક્સ રેલવે આધારિત મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ છે, જે કન્ટેનરાઇઝ્ડ અને નોન-કન્ટેનરાઇઝ્ડ માલસામાન માટે એકીકૃત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ પૂરી પાડે છે. કંપની લાંબા અંતરના રેલ પરિવહન ક્ષેત્રે મુખ્યત્વે કાર્યરત છે, જેને માર્ગ આધારિત ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તેમજ સ્થાનિક અને નિકાસ-આયાત (એક્ઝિમ) કોરિડોરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત લોજિસ્ટિક્સ ટર્મિનલોનો સહયોગ મળે છે.

કંપનીના પ્રમોટર્સ અમિત કુમાર, દુર્ગેશ ગોવિલ, રજનીશ કુમાર અને સંજય માવર છે, જેમને ભારતીય રેલવે, કોન્કોર, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, લોજિસ્ટિક્સ અને કાનૂની સેવાઓ જેવા ક્ષેત્રોમાં દાયકાઓનો અનુભવ છે. તેના ઓપરેશનલ ટર્મિનલ નેટવર્કને 8થી વધારીને 12 ટર્મિનલ સુધી વિસ્તાર્યું હતું. સાથે જ કન્ટેનરાઇઝ્ડ કાર્ગોનું પ્રમાણ 4,02,049 ટીઇયુથી વધીને 5,06,447 ટીઇયુ થયું હતું, જ્યારે નોન-કન્ટેનરાઇઝ્ડ કાર્ગોનું પ્રમાણ 19.2 લાખ મેટ્રિક ટનથી વધીને 25.1 લાખ મેટ્રિક ટન થયું હતું.

કંપની વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે, જેમાં આયાત-નિકાસ અને સ્થાનિક કન્ટેનર લોજિસ્ટિક્સ, રેલ પરિવહન, રેલ બલ્ક પરિવહન, વેરહાઉસિંગ, કન્ટેનર મેઇન્ટેનન્સ અને રિપેર તેમજ સિકલ લોજિસ્ટિક્સ લિમિટેડના સંપાદન બાદ ખાણકામ સંબંધિત લોજિસ્ટિક્સ સેવાઓનો સમાવેશ થાય છે. 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ કંપની 5,000થી વધુ સ્થાનિક રેલ કન્ટેનર અને હળવા વજનના માલસામાનના પરિવહન માટે ખાસ ડિઝાઇન કરાયેલા અંદાજે 455 ફૂટ લાંબા ડ્વાર્ફ કન્ટેનરનું સંચાલન કરતી હતી. કંપનીએ સમગ્ર ભારતમાં અંદાજે 12 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા વેરહાઉસ નેટવર્ક મારફતે થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ (3PL) સેવાઓ પણ પૂરી પાડી હતી. આ નેટવર્કમાં સમર્પિત તથા વિવિધ ગ્રાહકો માટેના વેરહાઉસ ઉપરાંત ડ્રાય અને ટેમ્પરેચર-કંટ્રોલ્ડ વેરહાઉસનો પણ સમાવેશ થાય છે.

કંપની હાલમાં ઝારખંડના ભુરકુંડા, પશ્ચિમ બંગાળના હલ્દિયા અને કર્ણાટકના બેંગાલુરુ ખાતે ત્રણ નવા ટર્મિનલ દ્વારા તેના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધુ વિસ્તરણ કરી રહી છે. ભુરકુંડા ટર્મિનલ કન્ટેનરાઇઝ્ડ કાર્ગો ઉપરાંત કોલસો અને આયર્ન ઓર જેવી બલ્ક કોમોડિટીના હેન્ડલિંગ માટે ઉપયોગમાં લેવાશે. જ્યારે હલ્દિયાની સુવિધા દ્વારા પ્રિસ્ટીન ખાદ્ય તેલ, રસાયણો અને અન્ય લિક્વિડ કાર્ગો માટે પોર્ટ આધારિત લિક્વિડ કાર્ગો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પ્રવેશ કરશે. અંદાજે 67 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલો બેંગાલુરુ પ્રોજેક્ટ મુખ્ય ઔદ્યોગિક અને વેરહાઉસિંગ હબની નજીક રેલવે સાથે જોડાયેલા ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં કંપનીને સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ તરફથી ઓવરબર્ડન એક્સકેવેશન અને રિમૂવલની લાંબા ગાળાની કામગીરી માટેનો અંદાજે રૂ. 3,422 કરોડ (જીએસટી સિવાય) નો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટ કંપનીને લાંબા ગાળાની આવક અંગે વધુ સ્પષ્ટતા અને સ્થિરતા પ્રદાન કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)