કેલેન્ડર 2026માં લિસ્ટેડ 26માંથી 21 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન, 3 IPO 40 ટકાથી ડિસ્કાઉન્ટમાં

અમદાવાદ, 30 જૂનઃ એક તરફ સેન્કન્ડરી માર્કેટમાં સેન્ટિમેન્ટ ડામાડોળ છે. બીજી તરફ જિયો પોલિટિકલ ક્રાઇસિસના કારણે દેશનો વૃદ્ધિદર ઘટવાની અને મોંઘવારી વધવાની દહેશત સેવાઇ રહી છે. તેવા સંજોગોમાં પણ પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારોને આશ્વાસન મળે તેવું રિટર્ન મળી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષ 2026 દરમિયાન યોજાયેલા 26 પૈકી 21 IPO પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 3 IPO ઇશ્યૂ પ્રાઇસ કરતાં 40 ટકા ડિસ્કાઉન્ટમાં ડૂબી રહ્યા છે.

21 IPOમાં જોવા મળ્યું પોઝિટિવ રિટર્ન, Omnitech Engineering 107% સાથે ટોચે

પોઝિટિવ રિટર્ન નોંધાવનારા IPO પૈકી બે IPOમાં રોકાણકારોને 100 ટકાથી વધુ રિટર્ન છૂટી રહ્યું છે.  3 IPOમાં 50થી 76 ટકા રિટર્ન, 5 IPOમાં 25થી 45 ટકા રિટર્ન, 6 IPOમાં 10-20 ટકાની રેન્જમાં રિટર્ન, 5 IPOમાં 10 ટકાથી નીચું રિટર્ન મળી રહ્યું છે. તાજેતરમાં લિસ્ટેડ હેક્ઝાગોન ન્યૂટ્રીશનમાં પણ 12 ટકા આસપાસ રિટર્ન છૂટ્યું હોવાથી પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે, પ્રાઇમરી માર્કેટમાં ફરી IPO પાઇપલાઇન સક્રીય બની શકે છે.

CompanyListed OnIssue Price14 June PriceProfit%
Omnitech EngineeringThu, Mar 5₹227₹470.15107.11
SEDEMAC MechatronicsWed, Mar 11₹1352₹2770.7104.96
Shadowfax TechnologiesWed, Jan 28₹124₹217.6575.93
Bharat Coking CoalMon, Jan 19₹23₹37.5763.26
OnEMI Technology SolutionsFri, May 8₹171₹270.5558.45
Sai Parenteral’sThu, Apr 2₹392₹569.544.68
GSP Crop ScienceTue, Mar 24₹320₹449.940.41
Central Mine PlanningMon, Mar 30₹172₹238.4438.6
CMR Green TechnologiesWed, Jun 10₹192₹252.0431.25
Gaudium IVFFri, Feb 27₹79₹99.5425.51
Clean Max Enviro EnergyMon, Mar 2₹1053₹1252.719.06
Amagi MediaWed, Jan 21₹361₹425.9517.52
PowericaThu, Apr 2₹395₹458.7516.37
Aye FinanceMon, Feb 16₹129₹149.8616.28
Raajmarg Infra Inve. TrustTue, Mar 24₹100₹11212
Hexagon NutritionFri, Jun 12₹45₹50.3911.98
Rajputana StainlessThu, Mar 19₹122₹130.397.42
Citius Transnet Investment TrustWed, Apr 29₹100₹106.296.29
Fractal AnalyticsMon, Feb 16₹900₹952.15.65
Bagmane Prime Office REITThu, May 14₹100₹103.343.34
Om Power TransmissionFri, Apr 17₹175₹177.961.63

26 પૈકી પાંચ IPOમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. તે પૈકી Shree Ram Twistexમાં 60 ટકા, ઇન્નોવેશનમાં 44 ટકા અને અમીરચંદ જગદીશ કુમારમાં 42 ટકા રિટર્ન છૂટ્યું છે.

CompanyListed OnIssue Price14 June PriceLoss%
Shree Ram TwistexMon, Mar 2₹104₹41.03-60.66
InnovisionMon, Mar 23₹519₹288.75-44.27
Amir Chand Jagdish KumarThu, Apr 2₹212₹123.23-41.75
Property Share Inve. Trust-Propshare CelestiaFri, Apr 24₹1050000₹1012000-3.62
PNGS Reva Diamond JewelleryWed, Mar 4₹386₹378.35-1.8

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)