માર્કેટ લેન્સઃ નેગેટિવ ઝોનમાં ગિફ્ટ NIFTY, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અપનાવો, જાણો કયા શેર્સ ઉપર રાખવી વોચ

NIFTY 50 24,200-24,150 ઝોનમાં ટેકો મેળવવાનો પ્રયાસ કરી શકે છે, જ્યારે આ રેન્જથી નીચે બ્રેક 24,000 પર મહત્વપૂર્ણ સપોર્ટને પકડી રાખી શકે છે. ઉપર તરફ, બુધવારના 24,379ના હાયર લેવલને ક્રોસ કરી વધુ ઉપર જવા માટે મહત્વપૂર્ણ રહેશે
| STOCKS TO WATCH: | Juniper, ICICI Prudential AMC, Foseco, Aye Finance, Fino Payments Bank, IRB Infra, BEL, Max Healthcare, Vedanta, RIL, LAURAS LAB, AMBICO, BSE, HDBFS, HYUNDAI, KAYNES, LENSKART, YESBANK |
અમદાવાદ, 27 ઓગસ્ટઃ રેન્જ બાઉન્ડ માર્કેટ, હેવી વોલેટિલિટી, સ્ટોક સ્પેસિફિક વોલ્યૂમ્સ અને નબળાં જિયો- પોલિટિકલ ઇશ્યૂઝ વચ્ચે ભારતીય શેરબજારો ઝોલાં ખાઇ રહ્યા છે. આ લખાય છે ત્યારે વહેલી સવારે GIFT NIFTY 30 પોઇન્ટ આસપાસની નેગેટિવિટી સાથે નબળી શરૂઆતના સંકેતો દર્શાવે છે. ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતોના જણાવ્યા અનુસાર નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર ડાર્ક ક્લાઉડ કવર પેટર્ન બનાવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં મંદીનો માહોલ વધવાની શક્યતા વધી ગઈ છે. જોકે, વ્યાપક ટ્રેન્ડ પોઝિટિવ રહે છે કારણ કે નિફ્ટી વધતી ચેનલમાં ટ્રેડ કરવાનું ચાલુ રાખે છે. બુધવારે, નિફ્ટીને 50 EMAથી ઉપર સપોર્ટ મળ્યો હતો.
એકંદરે, રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહે છે, જેમાં મંદીવાળાઓ પ્રત્યેક ઉછાળે વેચવાલી માટે ઉભરી રહ્યા છે. RSI ફરી એકવાર બેરિશ ક્રોસઓવરમાં પ્રવેશ્યો છે. 24,130થી નીચે આવવાથી ગંભીર કરેક્શન થઈ શકે છે, જે NIFTYને 23,900 અને 23,700 તરફ ખેંચી શકે છે. હાયર લેવલે, 24,350 પર રોક-સોલિડ રેઝિસ્ટન્સ મૂકવામાં આવ્યો છે. ફક્ત 24,350થી ઉપર સતત ચાલ વર્તમાન ધારણાને બદલી શકે છે; ત્યાં સુધી, અસ્થિરતા પ્રવર્તવાની શક્યતા છે.
BANK NIFTY લાંબા સમય સુધી કોન્સોલિડેશન તબક્કામાં છે, છેલ્લા 18 ટ્રેડિંગ સત્રોથી બેન્ક નિફ્ટી સ્ટેગ્નન્ટ કન્ડિશનમાં છે. સાઇડવેઝ મૂવમેન્ટનો વિસ્તૃત સમયગાળો સ્પષ્ટ દિશાત્મક ગતિનો અભાવ દર્શાવે છે અને તેના પરિણામે મેઇન મૂવિંગ એવરેજ સ્થિર થઈ ગયા છે, જે કોઇપણ સ્પષ્ટ ટ્રેન્ડની ગેરહાજરી દર્શાવે છે. તેથી, રેન્જની બંને બાજુએ નિર્ણાયક બ્રેકઆઉટ આગામી દિશાત્મક ચાલ નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે.
આગળ જતાં, 57,250–57,200 ઝોન, જે 50-દિવસના EMA સાથે પણ સુસંગત છે, એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન રહેશે. જ્યાં સુધી બેન્ક નિફ્ટી આ ઝોનથી ઉપર રહેશે ત્યાં સુધી વ્યાપક ટેકનિકલ સ્ટ્રક્ચર સ્થિર રહેવાની અપેક્ષા છે. ઉપર તરફ, 58,300-58,400 ઝોન મુખ્ય રેઝિસ્ટન્સ ઝોન તરીકે કાર્ય કરે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવે છે.
| Stocks Trade Ex-Dividend | PFC, Procter & Gamble Health, Thomas Cook, DOMS Industries, Yash Highvoltage, Manaksia Coated Metals |
| Stock Trades Ex-Date for Rights | NCL Research |
| Stock in F&O Ban | SAIL |
INSTITUTIONAL ACTION: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત બીજા સત્રમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા, 26 ઓગસ્ટના રોજ રૂ. 502 કરોડની ખરીદી નોંધાવી હતી. સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) પણ ચોખ્ખા ખરીદદારો રહ્યા અને રૂ. 6,425 કરોડનું રોકાણ કર્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, USA, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS
