ACCએ વેપાર આધારિત વેચાણમાં સુધારો, ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ અને વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં પ્રગતિ

અમદાવાદ, 28 ઓક્ટોબર: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી વિશ્વસનીય બિલ્ડિંગ મટિરિયલ્સ તથા સોલ્યુશન્સ પૂરા પાડતી કંપનીઓમાંની એક ACC લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાનાં નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા.
આ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે સલાઈ બાંવા અને કલંબોલીમાં કુલ 34 લાખ ટન વાર્ષિક ક્ષમતાના સિમેન્ટ ઉત્પાદન એકમો શરૂ કર્યા છે. તેનાથી મુખ્ય બજારોની માંગ પૂરી કરવાની અમારી ક્ષમતા મજબૂત બની છે અને ભવિષ્યની વૃદ્ધિને પણ ટેકો મળશે. અંબુજા સિમેન્ટ્સ સાથેના સૂચિત વિલીનીકરણને શેરધારકોની મંજૂરી મળવી એ વન સિમેન્ટ પ્લેટફોર્મની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં ભૂરાજકીય અનિશ્ચિતતા, ચોમાસાની અસર, મોસમી ધોરણે ઉત્પાદન એકમો બંધ રહેવા અને ઊર્જાના ઊંચા ખર્ચ જેવા પડકારો જોવા મળ્યા હતા. નાણાંકીય વર્ષ 2027ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ગયા વર્ષની સમાન અવધિના રૂ. 4.3 લાખ કરોડની સરખામણીમાં 18 ટકા વધીને રૂ. 5.1 લાખ કરોડ થયો હતો.
વ્યવસાયિક કામગીરી:
Operational Metrics:
| Particulars | Q2 FY’27 | Q2 FY26 | Q1 FY27 |
| Kiln Fuel Cost | Rs 1.81/’000 kCal | Rs 1.57/’000 kCal | Rs 1.67/’000 kCal |
| Power Cost (Gross) | Rs 5.84/ kWh | Rs 5.95/ kWh | Rs 5.60/ kWh |
| Green Power share | 34.4 % | 30.3 % | 31.0 % |
| Primary Lead | 266 kms | 269 kms | 254 kms |
| Direct Dispatch (%) | 52 % | 52 % | 52 % |
| Premium Products (% of trade sale) | 47 % | 47 % | 44 % |
Financial Performance for the Quarter and Half Year Ended September 30, 2026:
| Particulars | UoM | Q2 FY’27 | Q1 FY’27 | Q2 FY’26 | H1 FY’27 | H1 FY’26 |
| Sales Volume (Cement) | Mn T | 9.72 | 10.02 | 10.0 | 19.72 | 20.6 |
| Revenue from Operations | Rs. Cr | 5,689 | 5,808 | 6,005 | 11,497 | 12,333 |
| Operating EBITDA & Margin | Rs. Cr | 4012 | 4572 | 846 | 8582 | 1,623 |
| % | 7.0% | 7.9% | 14.1% | 7.5% | 13.2% | |
| Rs. PMT | 4142 | 4582 | 849 | 4362 | 787 | |
| Profit After Tax | Rs. Cr | 93 | 147 | 1,1191 | 240 | 1,4951 |
| EPS – Diluted | Rs. | 4.9 | 7.8 | 59.5 | 12.8 | 79.4 |
નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ છ મહિનાના ચોખ્ખા નફામાં અગાઉના સમયગાળાને લગતી આવકવેરાની રૂ. 659 કરોડની જોગવાઈ પરત ખેંચવાથી થયેલી આવક અને આવકવેરાના રિફંડ પર મળેલા રૂ. 205 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે. પેરેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ સાથેના એમએસએ હેઠળ વેચાણનો જથ્થો વધારે રહ્યો હતો.
બેલેન્સ શીટની મજબૂત સ્થિતિ:
- કંપનીની બેલેન્સ શીટ દેવા મુક્ત છે. કંપનીની નેટવર્થ રૂ. 20,680 કરોડ અને રોકડ તથા રોકડ સમકક્ષ ભંડોળ રૂ. 578 કરોડ છે.
- ક્રિસિલ તરફથી કંપનીને સર્વોચ્ચ AAA / A1+ ક્રેડિટ રેટિંગ મળ્યા છે.
ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ:
- ઉત્તર પ્રદેશના સલાઈ બાંવામાં વાર્ષિક 24 લાખ ટન ક્ષમતા ધરાવતો નવો સિમેન્ટ ગ્રાઇન્ડિંગ પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો હતો.
- એસીસીની પેટાકંપની બલ્ક સિમેન્ટ કોર્પોરેશન (ઈન્ડિયા) લિમિટેડે મહારાષ્ટ્રના કલંબોલીમાં વાર્ષિક 30 લાખ ટન ક્ષમતા ધરાવતો સિમેન્ટ બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો હતો. આથી સિમેન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં 10 લાખ ટનનો વધારો થયો હતો.
- આ બંને પ્રોજેક્ટ્સને કારણે નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સિમેન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતામાં કુલ 34 લાખ ટનનો વધારો થયો હતો.
રેડી-મિક્સ કોન્ક્રિટના વ્યવસાયમાં વૃદ્ધિ:
- નાણાંકીય વર્ષ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં રેડી-મિક્સ કોન્ક્રિટના વેચાણના જથ્થામાં ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં 19 ટકાનો વધારો થયો હતો અને તે 10.7 લાખ ઘન મીટર રહ્યો હતો. પ્રથમ છ મહિનામાં વેચાણનો જથ્થો 20.4 લાખ ઘન મીટર નોંધાયો હતો, જે ગયા વર્ષની સમાન અવધિ કરતાં 18 ટકા વધારે હતો.
વન સિમેન્ટ પ્લેટફોર્મ અંગે અપડેટ
- 29 સપ્ટેમ્બર, 2026ના રોજ એનસીએલટી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં એસીસીના શેરધારકોએ અંબુજા સિમેન્ટ્સ સાથેના સૂચિત વિલીનીકરણને મંજૂરી આપી હતી. આ યોજનાને કાયદાકીય રીતે જરૂરી બહુમતી અને જાહેર શેરધારકોની આવશ્યક મંજૂરી મળી હતી. એસીસીના શેરધારકો દ્વારા પડેલા કુલ મતોમાંથી 95 ટકાથી વધુ અને અંબુજા સિમેન્ટ્સના શેરધારકો દ્વારા પડેલા મતોમાંથી 99 ટકા મતો આ વિલીનીકરણની તરફેણમાં હતા.
- આ વિલીનીકરણથી કંપનીઓનું કોર્પોરેટ માળખું સરળ બનવાની, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ વચ્ચેનો તાલમેલ મજબૂત થવાની, સંસાધનોનો વધુ સારો ઉપયોગ થવાની અને કામગીરીમાં પરસ્પર સહયોગથી કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે. નિયમનકારી, કાયદાકીય અને એનસીએલટીની મંજૂરીઓને આધીન આ પ્રક્રિયા નાણાંકીય વર્ષ 2027 દરમિયાન પૂર્ણ થવાની અપેક્ષા છે.
ઈએસજી અંગેના અપડેટ્સ
- એસએન્ડપી ગ્લોબલના 2025ના કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ)માં એસીસીનો નેટ સ્કોર 72થી વધારીને 82 કરવામાં આવ્યો છે, જ્યારે તેનો ગ્રોસ સ્કોર 100માંથી 89 રહ્યો છે. આ સાથે ઓગસ્ટ 2026માં કંપની ગ્લોબલ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ સેક્ટરની અગ્રણી કામગીરી કરતી કંપનીઓમાં સ્થાન પામી હતી.
- એસીસીના બ્લેન્ડેડ સિમેન્ટ પોર્ટફોલિયોને ગ્રીનપ્રો (GreenPro)પ્રમાણપત્રની સાથે ગૃહ (GRIHA) પ્રમાણપત્ર પણ મળ્યું છે. આ માન્યતા માટે લાઇફ સાયકલ એસેસમેન્ટ (એલસીએ) અને એન્વાયર્મેન્ટલ પ્રોડક્ટ ડેક્લેરેશન (ઈપીડીએ) આધારિત મૂલ્યાંકનને પણ ટેકો મળ્યો છે.
- કંપનીએ બીજા ત્રિમાસિક ગાળામાં પાણીના વપરાશની સરખામણીમાં 5.46 ગણું પાણી પુનઃભરપાઈ કરીને વોટર-પોઝિટિવ સ્થિતિ હાંસલ કરી હતી. સાથે જ, કંપનીના તમામ ઉત્પાદન એકમોમાં પ્રવાહી કચરાના નિકાલ માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી. આ તમામ એકમોમાં ગંદા પાણીને 100 ટકા શુદ્ધ કરીને તેનો પુનઃઉપયોગ કરવામાં આવે છે.
બ્રાન્ડિંગ અને ટેકનિકલ સેવાઓ
- અદાણી એસીસી ગોલ્ડ વોટર શીલ્ડ સિમેન્ટના મોન્સૂન કેમ્પેઇનનો વ્યાપ સિનેમા, ડિજિટલ અને આઉટડોર માધ્યમોમાં વધારવામાં આવ્યો હતો. એસીસી અને અંબુજા સિમેન્ટ્સનું મોટાપાયે કેમ્પેઇન 2,000થી વધુ સિનેમા સ્ક્રીન પર ચલાવવામાં આવ્યું હતું અને ડિજિટલ માધ્યમો દ્વારા 3 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં આવ્યું હતું.
Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
