- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
અત્યાધુનિક મશીનો/ રોબોટિક ટેકનોલોજી દ્વારા પીડામાંથી કાયમી મુક્તિ માટેના દ્વાર ખોલે છે વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોથેરાપી ક્લિનિક
પ્રહલાદનગર વિસ્તારમાં ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન ક્ષેત્રે ક્રાંતિઃ સાંધાના દુખાવા, કમરની સમસ્યાઓ અને કરોડરજ્જુની તકલીફો તેમજ સ્પોર્ટ્સ ઇન્જરી માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરીથી સજ્જ વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયો ક્લિનિક
અમદાવાદ, 12 ઓક્ટોબરઃ સાંધાના દુખાવા, કમરની સમસ્યાઓ અને કરોડરજ્જુની તકલીફો તેમજ સ્પોર્ટ્સ ઇન્જરી માટેની લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરીથી સજ્જ વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોએ અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલા 302, આશિર્વાદ પારસ કોમ્પ્લેક્સ, કોર્પોરેટ રોડ ખાતેથી શરૂઆત કરી છે.
વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયો દ્વારા સાંધાના દુખાવા, કમરની સમસ્યાઓ અને કરોડરજ્જુની તકલીફો માટે ખાસ કરીને ગુજરાતમાં ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન ક્ષેત્રે કેટલાક એવા અત્યાધુનિક મશીનો વસાવ્યા છે જે ઓપરેશન વગર જ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં ચમત્કારિક પરિણામો આપી શકે છે.

આ અંગે businessgujarat.in સાથેની ખાસ મુલાકાત દરમિયાન વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોના સ્થાપક ડો. અદિતિ દવેએ જણાવ્યું કે, વીવામૂવ એડવાન્સ્ડ ફિજિયોની સ્થાપના દ્વારા અમે ગુજરાતમાં ઉપલબ્ધ આ આધુનિક ફિઝિયોથેરાપી મશીનો દર્દીઓ માટે સર્જરી વિના સાજા થવાના દ્વાર ખોલી દીધા છે. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને કમર, ગરદન, સાંધા કે સ્નાયુઓની જૂની તકલીફ હોય, તો આ ટેકનોલોજીની મદદથી ઝડપી અને સુરક્ષિત સારવાર મેળવી શકાય છે. આ ક્લિનિક ખાતે અમે નીચે દર્શાવેલી સેવાઓ આપી રહ્યા છીએ.
- રોબોટિક સ્પાઇન ડીકોમ્પ્રેશન સિસ્ટમ (4D RSD): કરોડરજ્જુના દુખાવા અને સ્લિપ ડિસ્ક માટે ઓપરેશનના અનિવાર્ય વિકલ્પના સ્થાને અમારી નોન-ઇનવેસિવ (ઓપરેશન વગરની) અને કમ્પ્યુટર-નિયંત્રિત થેરાપી કરોડરજ્જુને હળવાશથી ખેંચીને દબાણ ઘટાડે છે. આ મશીનમાં 4D ફિઝિકલ એડજસ્ટમેન્ટ અને સર્વાઇકલ/લમ્બર પ્રોગ્રામિંગની સગવડ છે. આ આ મશીનનું સૌથી મોટું આકર્ષણ તેનો ‘ઓટો ડીકોમ્પ્રેશન મોડ’ છે, જે દર્દીની સ્થિતિ (એક્યુટ, સબએક્યુટ કે ક્ર્રોનિક) મુજબ આપમેળે ખેંચાણનું નિયંત્રણ કરે છે, જેથી ગરદનથી લઈને કમર સુધીના આખા સ્પાઇનની સચોટ સારવાર શક્ય બને છે.
- સુપર ઇન્ડક્ટિવ સિસ્ટમ (SIS): જર્મનીની આ અદભુત ટેકનોલોજી પલ્સ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોડ્સ કે સોય વગર સ્નાયુઓ અને નસો સાથે કામ કરે છે. જે દર્દીઓને દુખાવા કે નબળાઈના કારણે સ્નાયુઓ સક્રિય કરવામાં તકલીફ પડતી હોય તેમના માટે આ વરદાનરૂપ છે. તે ઉપરાંત સ્પોર્ટ્સ ક્ષેત્રે અનોખી સિદ્ધિઓ હાંસલ કરી રહેલાં ગુજરાતના ખેલાડીઓ માટે….

સ્પોર્ટ્સ અને ન્યુરો રિહેબિલિટેશન: ન્યુરો રિહેબિલિટેશનમાં સ્નાયુઓની જકડાઈ દૂર કરવામાં, ખેલાડીઓની મસલ સ્ટ્રેન્થ વધારવામાં અને ડિલિવરી પછી મહિલાઓમાં જોવા મળતી પેટની નબળાઈ દૂર કરવામાં આ ટેકનોલોજી ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

- શોકવેવ થેરાપી (Shockwave Therapy): “પીડાને લક્ષ્ય બનાવો, પેશીઓને ઉત્તેજીત કરો અને ગતિશીલતા પાછી મેળવો.” આ થેરાપી સચોટ રીતે એકોસ્ટિક એનર્જી (ધ્વનિ ઉર્જા) પહોંચાડીને મસ્ક્યુલોસ્કેલેટલ રિકવરીને ઝડપી બનાવે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, કેલ્કેનિયલ સ્પૂર (એડીનો દુખાવો), ક્રોનિક હીલ પેઇન, ફ્રોઝન શોલ્ડર અને હિપ AVN જેવી ગંભીર સમસ્યાઓમાં આ દવા વગરનો શ્રેષ્ઠ ઉપચાર છે.

- ૩૦-વોટ મલ્ટીવેવલેન્થ ક્લાસ-૪બી લેસર (AI-Based): હૉન્ગકોંગથી આવેલી આ અત્યાધુનિક લેસર ટેકનોલોજી દર્દીઓ માટે પીડાના નિવારણ અને પેશીઓના પુનર્જીવન માટે ક્રાંતિકારી સાબિત થઈ રહી છે. તેની ખાસિયતો એ છે કે, તેમાં 650, 810, 980 અને 1064 nm – એમ ચાર વેવલેન્થનું સંયોજન છે. તે ઉપરાંત AI-સહાયિત હોવાના કારણે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સપોર્ટેડ સિસ્ટમ શરીરની ઊંડાણપૂર્વકની પેશીઓથી લઈને ઉપરની ત્વચા સુધી યોગ્ય ઊર્જા પહોંચાડીને ટૂંકા સમયમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે.

- ઇલેક્ટ્રોકેગેલ થેરાપીઃ પેલ્વિક ફ્લોર (શ્રણીના સ્નાયુઓ) ની નબળાઈ માટે આ એક અદભુત નોન-ઇનવેસિવ ટેકનોલોજી છે. આ મશીનની ખાસિયત એ છે કે સ્ત્રીઓ અને પુરુષો બંને માટે અલગ-અલગ અને કંડિશન-સ્પેસિફિક પ્રોગ્રામિંગની સગવડ મળે છે. આ થેરાપી યુરિન ઇનકન્ટિનન્સ (પેશાબ રોકવામાં મુશ્કેલી), પ્રોસ્ટેટ સંબંધિત લક્ષણો, ડિલિવરી પછીની સમસ્યાઓ તેમજ પેલ્વિક ઓર્ગન પ્રોલેપ્સ જેવી તકલીફોમાં આના દ્વારા સ્નાયુઓની મજબૂતાઈ અને નિયંત્રણ પાછું મેળવી શકાય છે.
- 40-વોટ (1064nm) હાઇ-પાવર લેસરઃ આ એક અત્યંત હાઈ-એન્ડ અને વિશિષ્ટ ટેકનોલોજી છે જે સ્પાઈન અને સ્નાયુઓની સારવારને એક અલગ જ સ્તરે લઈ જાય છે. 40 W પાવર અને 1064 nm વેવલેન્થનું મિશ્રણ શરીરના સૌથી ઊંડા સ્નાયુઓ અને હાડકાં સુધી થેરાપ્યુટિક ઊર્જા પહોંચાડે છે, જેનાથી પીડામાંથી રાહત અને ટિશ્યુ રિકવરી અત્યંત ઝડપી બને છે.
