માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY 25000ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ, સાવચેતી સાથે સુધારાની શક્યતા

આગામી સત્રોમાં NIFTYને 25,100–25,200ની રેન્જમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જો NIFTY આ ઝોનની ઉપર મજબૂત રીતે આગળ વધે, તો તે 25,500ના લેવલ સુધી પહોંચી શકે છે, જેની શક્યતા નકારી શકાય નહીં. નીચેની તરફ, 24,800 નું લેવલ તાત્કાલિક અને મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરી શકે છે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

STOCKS TO WATCH:Vedant Poly Fabs, Adani Enterprises, Alkem Laboratories, Dabur, Metropolis Healthcare, Ganesh Consumer, Kaynes Technology, Hindalco, DCB Bank, Angel One, International Gemological Institute, Westlife Foodworld, RIL, JIO FINANCE, JPL

અમદાવાદ, 9 નવેમ્બરઃ નવા વર્ષ પૂર્વે પડતર દિવસે ગિફ્ટ NIFTYની ગિફ્ટરૂપે NIFTY 25000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર રમી રહ્યો છે. તે જોતાં માર્કેટમાં સાવચેતી સાથે સુધારાની ચાલની આગેકૂચ જોવા મળવાનો આશાવાદ સેવાય છે. એશિયન બજારોમાં ગયા અઠવાડિયે ટેક્નોલોજી ક્ષેત્રે જોવા મળેલી વેચવાલી બાદ હવે રિકવરી આવી રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધુ ઘટાડો થયો છે, જેના પગલે GIFT Nifty સામાન્ય વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક વાતાવરણમાં સુધારો, વિદેશી પોર્ટફોલિયો રોકાણનો નવો પ્રવાહ અને જિયો પોલિટિકલ ક્રાઇસિસમાં ઘટાડો થવાથી સ્થાનિક શેરબજારને ટેકો મળી શકે છે. જોકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં રોકાણને લઈને હજુ પણ રહેલી ચિંતાઓ રોકાણકારોને સાવચેત રાખી શકે છે.

સવારે 8 વાગ્યાની આસપાસ ગિફ્ટ NIFTY 25,045ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો, જે રવિવારના બંધ ભાવથી 55 પોઈન્ટ અથવા 0.22 ટકાનો વધારો દર્શાવે છે. આ ભારતીય શેરબજાર માટે એક પોઝિટિવ શરૂઆતનો સંકેત છે.

બજારની આગામી ચાલ માટે નિર્ણાયક પરીબળો એક નજરે

કોર્પોરેટ કમાણીયુએસ ઇન્ફ્લેશનગ્લોબલ ઇકોનોમિક્રૂડની કિંમતો
ઘરઆંગણે ફુગાવોવિદેશી નાણા પ્રવાહઆઇપીઓ પ્રવાહટેકનિકલ કન્ડિશન
જિયો પોલિટિકલકોર્પોરેટ એક્શનઇન્ડિયા વીક્સFNO સ્થિતિઆગામી બજેટ

બજારમાં બુલિશ મોમેન્ટમ અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100થી નીચે હોવાને ધ્યાનમાં લેતા, બજારનું એકંદર વાતાવરણ પોઝિટિવ રહેવાની શક્યતા છે. જોકે, બજારમાં ‘કન્સોલિડેશન’ જોવા મળી શકે છે, જેને સામાન્ય રીતે બજાર માટે તંદુરસ્ત માનવામાં આવે છે. આગામી સત્રોમાં NIFTYને 25,100–25,200ની રેન્જમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જો NIFTY આ ઝોનની ઉપર મજબૂત રીતે આગળ વધે, તો તે 25,500ના લેવલ સુધી પહોંચી શકે છે. નીચેની તરફ, 24,800નું લેવલ તાત્કાલિક અને મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જ્યાં સુધી NIFTY આ લેવલની ઉપર ટકી રહે છે, ત્યાં સુધી કન્સોલિડેશન બાદ ફરીથી તેજી આવવાની શક્યતા રહેલી છે.

Bank Nifty માટે 59,500–60,500 ના લેવલ સુધી પહોંચવા માટે 59,000 નું લેવલ નિર્ણાયક છે. નિષ્ણાતોના મતે, જો તે આ લેવલની ઉપર ટકી ન શકે, તો બજારમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે; જેમાં 58,700ના લેવલે તાત્કાલિક સપોર્ટ છે, અને ત્યારબાદ 58,300–58,000નો ઝોન મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. બેંક NIFTYએ double bottom પેટર્ન પૂર્ણ કરી છે, જે રિવર્સલ દર્શાવતી એક આદર્શ ટેકનિકલ પેટર્ન છે. આમાં સપોર્ટ 54,000ની નજીક છે અને નેકલાઇન 58,650 પર છે. ગયા અઠવાડિયે આ નેકલાઇનની ઉપર ભાવ બંધ થવાથી બ્રેકઆઉટની પુષ્ટિ થઈ છે. અહીં 58,000નું લેવલ એક નિર્ણાયક સીમારેખા છે; જો ગિફ્ટ NIFTY તેની નીચે જાય, તો તે બ્રેકઆઉટ નિષ્ફળ ગયાનો સંકેત ગણાશે, અને તે સ્થિતિમાં તેજીનો દૃષ્ટિકોણ રદ થઈ જશે. ત્યાં સુધી, ભાવમાં આવતા ઘટાડાને ચિંતાના વિષય તરીકે નહીં, પરંતુ ખરીદી કરવાની તક તરીકે જોવો જોઈએ તેવી સલાહ બજાર પંડિતો આપી રહ્યા છે.

Results Today:Olectra Greentech, Whirlpool
Results on November 10Kalyan Jewellers, Rentomojo, Suraksha Diagnostic, Titagarh Rail Systems, ARSS Infrastructure, Avanti Feeds, Chambal Breweries, Cochin Shipyard, Dredging Corporation, Matrimony.com, MMTC, MRF, Raksan Transformers
SME ListingVedant Poly Fabs
Stocks Trade Ex-DividendDabur India, Metropolis Healthcare, Brisk Technovision, Esab India, Ganesh Consumer Products, Labelkraft Technologies, Oswal Agro Mills, Saksoft
Stocks Trade Ex-Date for Income DistributionInterise Trust, Raajmarg Infra Investment Trust
Stock in F&O BanKaynes Technology

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)