મુહૂર્ત ટ્રેડિંગ 2083: સેન્સેક્સ ઘટીને 80,999.40 પર બંધ રહ્યો

નિફ્ટી 25,000ની નીચે; સન ફાર્મા અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધનારા શેરો
| વિગત | સેન્સેક્સ | નિફ્ટી |
| ખુલી | 81299 | 25070 |
| વધી | 81442 | 25132 |
| ઘટી | 80932 | 24985 |
| બંધ | 80999 | 24986 |
| ઘટાડો | 29 પોઇન્ટ | 44 પોઇન્ટ |
અમદાવાદ, 8 નવેમ્બરઃ રવિવારે યોજાયેલા વિક્રમ સંવત 2083 માટેના દિવાળીના વિશેષ ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહેવા સાથે બજારમાં શરૂઆતી તેજી જળવાઈ શકી નહોતી. સેન્સેક્સ 28.62 પોઈન્ટ (0.04 ટકા) ઘટીને 80,999.40 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 43.95 પોઈન્ટ (0.18 ટકા) ઘટીને 24,986.40 પર રહ્યો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે 3,136 શેરોમાં વધારો થયો, જ્યારે 913 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. નિફ્ટીમાં વધનારા શેરોમાં સન ફાર્મા અને ટાટા સ્ટીલ મોખરે રહ્યા, જ્યારે મીડિયા અને ફાર્માસ્યુટિકલ શેરોનું પ્રદર્શન સારું રહ્યું. 188 શેરો યથાવત રહ્યા હતા.
નિફ્ટી સ્મોલકેપ 100માં 0.94 ટકાનો સુધારો નોંધાયો હતો, નિફ્ટી મિડકેપ 100માં 0.13 ટકાનો સુધારો નોંધાયો હતો. ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ અને ઈન્ડિગો નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા.
ભારતી એરટેલના શેરમાં 0.86 ટકાનો ઘટાડો નોંધાયો અને તે 2,089.10 રૂપિયાના સ્તરે પહોંચ્યો, જે નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારો શેર રહ્યો. એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સમાં 0.79 ટકાનો ઘટાડો થયો, જ્યારે ઈન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો) 0.68 ટકા ઘટ્યો હતો. ટ્રેન્ટ, ઈન્ફોસિસ અને હિન્દાલ્કોના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
ઈન્ડિયા VIXમાં 6%નો ઉછાળો: રવિવારના મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન ઈન્ડિયા VIX 6.01 ટકા વધીને 18.52 પર પહોંચી ગયો, જે બજારમાં volatility વધવાની અપેક્ષાઓ દર્શાવે છે.
સેન્સેક્સ પેકમાં સુધરેલા શેર્સ એક નજરે
| Security | LTP | Chg | % Chg |
| SUNPHARMA | 1,915.10 | 55.10 | +2.96 |
| TATASTEEL | 189.50 | 3.50 | +1.88 |
| MARUTI | 12,837.00 | 101.00 | +0.79 |
| POWERGRID | 261.50 | 2.00 | +0.77 |
| ADANIPORTS | 1,950.50 | 13.90 | +0.72 |
| BEL | 397.70 | 2.20 | +0.56 |
| ULTRACEMCO | 12,510.00 | 64.95 | +0.52 |
| ETERNAL | 364.85 | 1.85 | +0.51 |
| RELIANCE | 1,323.00 | 4.90 | +0.37 |
| HCLTECH | 1,443.00 | 4.40 | +0.31 |
| HINDUNILVR | 2,000.50 | 5.50 | +0.28 |
| TECHM | 1,832.00 | 2.00 | +0.11 |
| NTPC | 323.25 | 0.25 | +0.08 |
| ITC | 283.20 | 0.20 | +0.07 |
સેન્સેક્સ પેકમાં ઘટેલા શેર્સ એક નજરે
| Security | LTP | Chg | % Chg |
| M&M | 3,264.70 | -30.30 | -0.92 |
| INDIGO | 5,412.05 | -47.95 | -0.88 |
| TRENT | 3,050.10 | -24.90 | -0.81 |
| INFY | 1,172.00 | -8.65 | -0.73 |
| BHARTIARTL | 2,083.25 | -13.00 | -0.62 |
| AXISBANK | 1,314.00 | -6.00 | -0.45 |
| BAJAJFINSV | 1,853.00 | -7.00 | -0.38 |
| HDFCBANK | 784.20 | -2.80 | -0.36 |
| LT | 4,105.00 | -13.90 | -0.34 |
| ASIANPAINT | 2,534.95 | -7.05 | -0.28 |
| ICICIBANK | 1,566.00 | -3.00 | -0.19 |
| SBIN | 1,016.70 | -1.30 | -0.13 |
| TCS | 2,495.10 | -2.95 | -0.12 |
| BAJFINANCE | 1,084.90 | -0.10 | -0.01 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

