અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ 18614 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ કરીને છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 18563 પોઇન્ટનું બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ તેજી તરફી રહ્યું હતું. 13 માસના ગેપ પછી નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે ઉપરમાં 18900- 19200 પોઇન્ટની રેન્જ સુધારાની ચાલમાં જોવા મળી શકે છે. પરંતુ વચ્ચે પ્રોફીટ બુકિંગ હેવી બને તો નીચામાં 18250- 18350 મહત્વની ટેકાની સપાટી બની શકે છે. ટેકનિકલી નિફ્ટીએ 18100 પોઇન્ટની સપાટીએ એપ્રિલ-22 અને સપ્ટે-22 એમ ઇન્ટરમિડિયેટ મલ્ટીપલ હાઇ બનાવ્યા છે. તે સપાટી હવે ટ્રેન્ડ રિવર્સલ પોઇન્ટ બની શકે. પ્રોફીટ બુકિંગ વચ્ચે પણ સ્મોલકેપ શેર્સ હાલના મથાળેથી આઉટ પરફોર્મ કરી શકે તે શક્યતા જણાય છે.

NIFTY18563BANK NIFTY43020IN FOCUS
S-118414S-142787RK FORG(B)
S-218266S-242554BAJAJ AUTO (B)
R-118663R-143207BERGERPAINT(B)
R-218763R-243393CIPLA(S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 42787- 42554, RESISTANCE 43207- 43393

સોમવારે બેન્ક નિફ્ટીએ ઓવરઓલ માર્કેટને આઉટપરફોર્મ કરવા સાથે ફર્સ્ટ હાફમાં જોકે, નેગેટિવ ટ્રેન્ડ પછી છેલ્લા એક કલાકમાં દિવસની ટોચ બનાવી છેલ્લે 36 પોઇન્ટના સુધારા સાથે 43020 પોઇન્ટની સપાટીએ ઓવરઓવલ પોઝિટિવ માર્કેટ બ્રેડ્થ સાથે બંધ રહ્યો હતો.

વિતેલા સમગ્ર સપ્તાહ દરમિયાન બેન્ક નિફ્ટી ઓલટાઇમ હાઇ રહેવા સાથે સોમવારે નેચરલ સુધારો નોંધાવ્યો છે. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર હાયર લેવલ રિવર્સલ ના કારણે મિક્સ ડાઇવર્જન્સ અને બ્રેકડાઉન સંકેતો સૂચવે છે કે 42700ની સપાટી મજબૂત ટેકાની છે. અન્યથા 43500- 43800 પોઇન્ટની સપાટી સુધીની આગેકૂચ જળવાઇ રહેવા શક્યતા છે. ઉપર કોષ્ટકમાં દર્શાવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)