મુંબઇ/જયપુર: AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા અને QoQમાં 15 વૃદ્ધિ સાથે રૂ. 393 કરોડ નોંધાવ્યો છે. કુલ NPA 1.81% થયો છે અને ચોખ્ખો NPA 0.51% નોંધાયા છે. CASA થાપણ વાર્ષિક 35% વધીને રૂ.23,471 કરોડ સુધી પહોંચે છે; CASA રેશિયો 38% અને CASA + રિટેલ TD મિક્સ 70% પર રહ્યા છે. તેજ રીતે જીએનપીએ 1.81% QoQ અને NNPA થી 0.51% સુધી ઘટીને નોંધાવ્યા છે. AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમીટેડના એમડી અને સીઇઓ સંજય અગરવાલએ જણાવ્યું હતુ કે, Q3’FY23 મજબૂત અને સાતત્યપૂર્ણ પર્ફોમન્સનો અન્ય એક ત્રિમાસિક ગાળો રહ્યો હતો. પડકારજનક વાતાવરણ અને તરલતા હોવા છતાં અમે માર્જિન્સને જાળવી રાખવામાં સક્ષમ રહ્યા હતા.