કંપનીએ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં શેર ઉપર રૂ. 2.50 ડિવિડન્ડ જાહેર કર્યું

અમદાવાદ: સંકલિત કેમિકલ ઉત્પાદક મેઘમણી ફિનકેમ લિમીટેડ (MFL)એ 31 ડિસમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના અંતેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીએ મજબૂત ઓપરેટિંગ અને નાણાંકીય પર્ફોમન્સ દર્શાવ્યુ છે. Q3FY22ની તુલનામાં Q3FY23 માટેની આવકમાં 27%નો વધારો હાંસલ કીને રૂ. 538 કરોડ પ્રાપ્ત કરી છે.

કંપનીની કામગીરી એક નજરે

વિગતQ3FY23Q3FY22વૃદ્ધિ 9MFY239MFY22વૃદ્ધિ
કામગીરીમાંથી આવક42253827% 1,0521,62655%
EBITDA14116718% 33453460%
PAT707711% 15427780%

પરિણામો પર ટિપ્પણી કરતા MFLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલએ જણાવ્યું કે “અમે Q3FY23માં 18% વોલ્યુમ વૃદ્ધિ મેળવી છે જે વાર્ષિક ધોરણે 27%ની વૃદ્ધિમાં પરિણમી છે. 9MFY23માં જે નવી પ્રોડક્ટસનો પ્રારંભ કર્યો હતો તેણે P&L (નફો અને નુકસાન)માં યોગદાન આપવાનું શરૂ કરી દીધુ છે. ડેરિવેટીવ્સ અને સ્પેસિયાલિટી સેગમેન્ટમાંથી આવકનું યોગદાન Q3FY23માં વધીને 31% થયુ છે, જે Q3FY22માં 25% હતું. CPVC રેઝિન ક્ષમતામાં વધારાની 45,000 TPAનો ઉમેરો કરીને વધારીને 75,000 TPAની કરી રહ્યા છીએ. MFLના બોર્ડે ઇક્વિટી શેરદીઠ રૂ. 2.50 (25%) ડિવીડન્ડ જાહેર કર્યું છે.

મેઘમણી ફિનકેમ લિમીટેડ (“MFL”)ની સ્થાપના 2007માં થઇ હતી જે ભારતમાં કેમિકલ્સની અગ્રણી સંકલિત ઉત્પાદક છે. કંપની દેશમાં અગ્રણી PCPIR પ્રદેશ એવા ગુજરાતમાં દહેજમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે –  MFLની દહેજ સુવિધા સારી રીતે સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ સાથે બેકવર્ડ અને આગળ સંકલિત અને ઓટોમેટેડ સંકુલ છે. કંપની કોસ્ટિક સોડા, ક્લોરિન અને હાઇડ્રોજનની ભારતની ચોથી સૌથી મોટી ઉત્પાદક છે અને કોસ્ટિક પોટાશ, ક્લોરોમેથેન્સ અને હાઇડ્રોજન પેરોક્સાઇડની અગ્રણી ઉત્પાદક છે. MFL ભારતમાં એપિક્લોરોહાઈડ્રિન પ્લાન્ટ અને CPVC રેઝિનની સૌથી મોટી ક્ષમતાવાળો પ્લાન્ટ સ્થાપનાર પ્રથમ છે.