businessgujarat

FPI સહિત તમામ વર્ગની નેટ ખરીદી…..!!!! છતાં 631 પોઇન્ટનો સુધારો ધોઇ સેન્સેક્સ વધ્યા મથાળેથી 732 પોઇન્ટ ધોવાયો

નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 16000 ક્રોસ કરી પરંતુ 15800ની નીચે ઉતરી ગયો સેન્સેક્સ- નિફ્ટી સિવાય સેક્ટોરલ્સમાં 0.50%થી નીચી વોલેટિલિટી સુધારા માટે સો કારણો પણ ઓછા પડે અને મંદી માટે નાનકડી અફવા પણ મોંઘી પડે એ શેરબજારની ચાલ… મંગળવારે સેન્સેક્સ સવારે 116 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 631 પોઇન્ટના ઉછાળા સાથે 53866 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ…

Read More

TCSના પરીણામ અને ITCની જાહેરાત ઉપર માર્કેટને મોટો મદાર

8 જુલાઇના રોજ ટીસીએસના પરીણામ સાથે જૂન-22ના અંતે પૂરાં થયેલા બીજાં ક્વાર્ટર માટેના પરીણામોની મોસમ શરૂ થઇ રહી છે. બજાર હાલમાં જે રીતે વોલેટિલિટી વચ્ચે અથડાઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવો આશાવાદ સેવી રહ્યા છે કે, શુક્રવારે ટીસીએસના પરીણામો માર્કેટની ભાવિ ચાલ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. તે…

Read More

CORPORATE NEWS

વિક્રમ સોલારે નવા સીઇઓ તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી અમદાવાદ:  ઇપીસી સોલર સોલ્યુશન્સ પ્રોવાઇડર વિક્રમ સોલારે કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી છે. ઇવાન સાહા કલકત્તા યુનિવર્સિટીમાંથી સાયન્સ (સિરામિક ટેકનોલોજી)માં બેચલરની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), કાનપુરમાંથી ટેકનોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી (મટિરિયલ્સ સાયન્સ) ધરાવે છે. કંપનીમાં જોડાયા અગાઉ તેઓ…

Read More

લંડનમાં “હિંદુજાઝ એન્ડ બોલીવૂડ” પુસ્તકનું લોકાર્પણ

ફિલ્મ વિવેચક અજિત રાયે ભારતીય સિનેમામાં હિંદુજા પરિવારના પ્રદાન પર પ્રકાશ ફેંક્યો મુંબઈ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આયોજિત સેન્ટ્રલ લંડનમાં એક કાર્યક્રમમાં કોમનવેલ્થ અને સંયુક્ત રાષ્ટ્ર માટે એમઓએસ લોર્ડ તારીક અહમદ, બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે “હિંદુજાસ એન્ડ બોલીવૂડ” નામના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું, જેને પ્રસિદ્ધ ભારતીય વિવેચક અજિત રાયે લખ્યું છે. આ પુસ્તકમાં ભારતીય સિનેમાના…

Read More

LIC, અદાણી પાવર અને અદાણી વિલ્મર  સહિત 7 સ્ક્રીપ્સ લાર્જકેપમાં સમાવાયા: AMFI

જૂન 2022ના સ્ટોકના પુનઃ વર્ગીકરણ અંગેના AMFIના નવીનતમ ડેટા દર્શાવે છે કે લાર્જ કેપ સ્પેસમાં સાત નવા પ્રવેશકો છે. જેમાં LIC, અદાણી પાવર, અદાણી વિલ્મર, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, બેંક ઓફ બરોડા, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બંધન બેંક. તેમાંથી, LIC અને અદાણી વિલ્મરે IPO દ્વારા સૂચિમાં સીધી એન્ટ્રી કરી છે. બાકીનાને મિડકેપ સ્પેસમાંથી ‘પ્રમોશન’ મળ્યું છે. જ્યારે સાત…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 15714- 15593, RESISTANCE 15905- 15974

સપ્તાહની શરૂઆત આશાવાદના ટોને થઇ છે. સોમવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ જો અને તો મુજબ નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15850 પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શીને બાઉન્સબેક આપ્યું છે. ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ અનુસાર નિફ્ટીએ હાયર ટોપ હાયર બોટમ દર્શાવવા સાથે 15850નું લેવલ દર્શાવીને સુધારાના સંકેત આપ્યા છે. જેમાં નિફ્ટી 16000 પોઇન્ટ થઇ શકે. ત્યારબાદ 16200 સુધી સુધારાને…

Read More

નિફ્ટી 17300નું રેઝિસ્ટન્સ ક્રોસ કરે ત્યાં સુધી નવી ખરીદી માટે રાહ જુઓ

વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવાની કોણીએ ગોળ જેવી જાહેરાત ઓઇલ શેર્સને ઊંચકવામાં નિષ્ફળ નિફ્ટી-50 જ્યાં સુધી 17300 પોઇન્ટની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી મિડિયમ- લોંગ ટર્મના સુધારાની શક્યતા ધૂંધળી હોવા અંગે વારંવાર ટેકનો- ફન્ડામેન્ટલ એલાસ્ટ્સ ટકોર કરી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોની ડામાડોળ સ્થિતિ, ડોલર સામે રૂપિયામાં સતત નવી નીચી સપાટી, સતત વધી રહેલો ફુગાવો તેમજ…

Read More

CORPORATE NEWS

ડુકાટીની ફ્લેગશિપ સ્પોર્ટ નેકેડ, સ્ટ્રીટફાઇટર V4 SP ભારતમાં લોન્ચઃ કિંમત રૂ.34.99 લાખ નવી દિલ્હીઃ લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ ડુકાટીએ ભારતમાં Streetfighter V4 SP લોન્ચ કરી છે. Streetfighter V4 SPની કિંમત રૂ. 34.99 લાખ (એક્સ-શોરૂમ ઇન્ડિયા) છે, અને બુકિંગ હવે દિલ્હીમાં તમામ ડુકાટી ડીલરશીપ પર ખુલ્લી છે અને તેની ડિલિવરી તરત જ શરૂ થશે. ટોપ-ઓફ-ધ-રેન્જ સ્ટ્રીટફાઇટર V4…

Read More