ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગે NSE ઇમર્જ સમક્ષ IPO માટે DRHP ફાઇલ કર્યો

અમદાવાદ, 2 મે: ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ લિમિટેડે (Crayons Advertising Limited) ભારતની અગ્રણી સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એડવર્ટાઇઝિંગ એજન્સી મિડલ ઇસ્ટ, યુએસ અને યુકે જેવા દેશોમાં ભારતીય ડાયસ્પોરાને ટેપ કરવામાં મદદ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ અને એક્વિઝિશન સાથે સ્ટ્રેટેજિક ટાઇ-અપ મારફતે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ માર્કેટ્સને ટેપ કરવાની યોજના ધરાવે છે. આ સાથે, ક્રેયોન્સ યુરોપીયન બજારોમાં મલ્ટીપલ રિક્રુમેન્ટ્સ ફર્મ્સ સાથે જોડાણ કરીને તેની ભારતીય કામગીરીનો એક ભાગ બનવા માટે ઓવરસીઝ ટેલેન્ટ આકર્ષિત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ યોજનાઓ પર ટિપ્પણી કરતા, ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ ટેક્નોલોજી એન્ડ ગ્રોથના ડિરેક્ટર, આશ્રય લાલાનીએ જણાવ્યું હતું કે, કંપનીએ તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે NSE ઇમર્જ સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે, તે યુકે અને મીડલ ઇસ્ટના બજારોમાં કેટલીક મધ્યમ કદની એજન્સીઓ સાથે પણ વાતચીત કરી રહી છે.
ક્રેયોન્સ તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઓફરિંગને વેગ આપવા માટે તેના ભારતીય ઓપરેશનમાં જોડાવા માટે ગ્લોબલ ટેલેન્ટને પણ ટેપ કરી રહી છે.
ભારતની સૌપ્રથમ મોટી હોમગ્રોન એડવર્ટાઇઝિંગ એજન્સી લિસ્ટેડ થશે
લિસ્ટિંગના મામલે ક્રેયોન્સ એડવર્ટાઈઝિંગ એ ભારતની પ્રથમ મોટી હોમગ્રોન એડવર્ટાઈઝિંગ એજન્સી હશે જે લિસ્ટેડ થશે. કુણાલ લાલાની દ્વારા પ્રમોટ કરાયેલી, ક્રેયોન્સ એડવર્ટાઈઝમેન્ટ સાડા ત્રણ દાયકા કરતા વધુ સમયથી એક ઇન્ટિગ્રેટેડ અને યુનિક એડવર્ટાઇઝિંગ એજન્સી છે. કંપનીએ ટાટા સન્સ, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ટાટા ક્રોમા અને બેંક ઓફ બરોડા સહિતના માર્કી મેન્ડેટ્સ જીત્યા છે.