મુંબઇ, ૨ મે: નવા માસનાં કારોબારનાં પ્રારંભે હાજર બજારો તેજ રહેતા કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૨૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે હળદર તથા જીરાનાં અમુક વાયદામા ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર કોમ્પ્લેક્ષ તથા મસાલાના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૮૭ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૩૨૬ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ,ગુવાર સીડ  ઇસબગુલ, જીરૂ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૯૧૮ રૂપિયા ખુલી ૫૯૪૪રૂ., દિવેલનાં ભાવ ૧૨૨૦ રૂપિયા ખુલી ૧૨૨૦ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૭૪૬ રૂપિયા ખુલી ૨૮૧૭ રૂપિયા, ધાણા ૬૫૩૦ રૂપિયા ખુલી ૬૬૯૪ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૫૪૮૮ રૂપિયા ખુલી ૫૫૭૫ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૯૬૮રૂ. ખુલી ૧૧૧૨૧ રૂપિયા, ઇસબગુલનાં ભાવ ૨૪૫૦૦ રૂપિયા ખુલી ૨૪૭૯૦ રૂપિયા,  જીરાનાં ભાવ ૪૫૪૮૦ રૂપિયા ખુલી ૪૫૫૬૦ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૧૫.૦૦ રૂપિયા ખુલી ૧૬૦૫. ૦૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૬૮૧૦ ખુલી ૪૬૫૫૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૬૭૩૦રૂ. ખુલી ૭૧૨૪ રૂપિયા બંધ રહ્યા હતા.