અમદાવાદ: ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ અને ઇનોવેટિવ એડવર્ટાઇઝિંગ એજન્સી ક્રેયોન્સ (Crayons) એડવર્ટાઇઝિંગ લિમિટેડે આજે તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપની બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રૂ. 10ની મૂળ કિંમત ધરાવાતા 64.30 લાખ ઇક્વિટી શેર્સ ઓફર કરવાની યોજના ધરાવે છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ  મેનેજર છે તથા સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.

કંપનીની કામગીરી એક નજરે

કુણાલ લાલાણી દ્વારા પ્રમોટ કરાયેલી ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ સાડા ત્રણ દાયકા જૂની, એવોર્ડ વિજેતા અને ઇન્ટિગ્રેટેડ કંપની છે, જે એડવર્ટાઇઝિંગ મીડિયા સર્વિસિસ માટે હાઇ-એન્ડ ઇકોસિસ્ટમ પ્રદાન કરે છે, જેમાં એન્ડ-ટુ-એન્ડ કમ્યુનિકેશન સોલ્યુશન પ્લેટફોર્મ સામેલ છે. તેની સેવાઓમાં બ્રાન્ડ સ્ટ્રેટેજી, ક્રિએટિવ સોલ્યુશન્સ, ઇવેન્ટ અને એક્ટિવેશન, ડિજિટલ મીડિયા અને ટ્રેડિશનલ મીડિયા પ્લાન્ગિં અને બાઇંગ વગેરે સામેલ છે. IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ માળખાની રચના આધુનિક ટેક્નોલોજી અને વિસ્તરણ માટે કરાશે (રૂ. 15.28 કરોડ) તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે (રૂ. 14.50 કરોડ) કરાશે.

ભારતમાં એડવર્ટાઇઝિંગ માર્કેટનું મૂલ્ય લગભગ રૂ. 67,700 કરોડ

એક્સપર્ટ માર્કેટ રિસર્ચ મૂજબ વર્ષ 2020માં ભારતીય એડવર્ટાઇઝિંગ માર્કેટનું મૂલ્ય લગભગ રૂ. 67,700 કરોડ હતું. આ માર્કેટ વર્ષ 2022-27 દરમિયાન 11 ટકાના સીએજીઆર વૃદ્ધિ સાથે વર્ષ 2026 સુધીમાં રૂ. 1,25,300 કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે. ડેન્ટસુ ઇન્ટરનેશનલના નવા રિપોર્ટ મૂજબ આગામી બે વર્ષમાં ભારતીય એડવર્ટાઇઝિંગ માર્કેટ વિશ્વભરમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિ સાધશે. વર્ષ 2022માં 16 ટકાની વૃદ્ધિ અને વર્ષ 2023માં 15.2 ટકાના એડ ખર્ચમાં વધારો તથા વર્ષ 2024માં 15.7 ટકાનો એડ ખર્ચ વધશે.

કંપનીના ક્લાયન્ટ્સમાં ટાતા, આઇઓસી, બીઓબી જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ

કંપનીએ ટાટા સન્સ, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ટાટા ક્રોમા અને બેંક ઓફ બરોડા પાસેથી મેન્ડેટ મેળવ્યો છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો મેન્ડેટ બ્રાન્ડ વિશેની ધારણા બદલવાનો તથા યુવાનો સાથે જોડાણ મજબૂત કરવાનો છે. સરકારી બિઝનેસને હેન્ડલ કરવામાં એજન્સીના અનુભવે તેના સોશિયલ મીડિયા મેન્ડેટ માટે પસંદગી પામવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.