આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદના ચાંદખેડામાં નવી શાખા સાથે ગુજરાતમાં કામગીરીનું વિસ્તરણ કર્યું

ચાંદખેડા, 06 ઓગસ્ટ, 2026: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટાકંપની અને અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (“ABHFL”)એ સંપૂર્ણ ભારતમાં પોતાનું વિતરણ નેટવર્ક વધારવાની યોજના અંતર્ગત ગુજરાતના ચાંદખેડામાં એક નવી શાખા ખોલીને પોતાની પહોંચ વધારી છે. આ નવી શાખા સાથે ગુજરાતમાં ABHFLનું કુલ નેટવર્ક વધીને 22 શાખાનું થઈ ગયું છે.

ABHFL વિવિધ પ્રકારના ગ્રાહકો માટે હાઉસિંગ ફાઇનાન્સ સૉલ્યુશનની સંપૂર્ણ રેન્જ ઑફર કરે છે, જેમાં વાજબી કિંમત ધરાવનતા મકાન, પ્રાઇમ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ અને પ્રોપર્ટી સામે લોન શામેલ છે. આ સૉલ્યુશન પગારદાર લોકો, પોતાની રીતે આજીવિકા મેળવવા વ્યાવસાયિકો અને બિનવ્યાવસાયિકો તથા આવકના નવા જૂથો માટે છે. એક મજબૂત ડિજિટલ સિસ્ટમ સાથે ABHFL સરળતાપૂર્વક ઑનબોર્ડિંગ, ઝડપી મંજૂરી અને વધારે પારદર્શકતા આપે છે, જેથી ગ્રાહકોને શાનદાર અનુભવ મળે છે.

આ લૉંચ સ્વરૂપે ABHFL ઝીરો લોગિન ફી અને ₹50 લાખ સુધી સ્પોટ લોનની મંજૂરી ઑફર કરે છે, જે 5 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2026 સુધી માન્ય છે. તેનાથી નવી શાખામાં ગ્રાહકોને ઝડપથી અને સસ્તી લૉન મળી શકશે.

આ વિસ્તરણ પર આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના MD & CEO પંકજ ગાડગિલે કહ્યું હતું, “ગુજરાત અમારા માટે વૃદ્ધિનું મહત્વપૂર્ણ બજાર છે. ઊંચી માગ અને વધતી આશાને ધ્યાનમાં રાખીને અમે ગ્રાહકો સાથે જોડાણ વધારવા પોતાની પ્રાદેશિક કામગીરી વધારી રહ્યાં છીએ. અમારાં વધતા વિતરણ નેટવર્ક અને મજબૂત ડિજિટલ ક્ષમતાઓનો સમન્વય કરીને અમારો ઉદ્દેશ ગ્રાહકો માટે ઘર ખરીદવાની સફરને સરળ, ઝડપી અને અવરોધમુક્ત બનાવવાનો છે.

‘હેપ્પી હોમ લૉન જર્ની’ પ્રદાન કરવાનાં પોતાનાં વચન સાથે સુસંગત રીતે આ વિસ્તરણ ABHFLના ગ્રાહકો પર ધ્યાન આપવા, જવાબદારી સાથે લોન આપવા અને વિવિધ રિટેલ પોર્ટફોલિયો મારફતે નાણાકીય સર્વસમાવેશકતા વધારવા પર સતત ધ્યાન કેન્દ્રીત હોવાનું દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)