ઓરેન્જ ઈકોનોમીમાં મોટી પહેલ;ગ્રેડિએન્ટ ઈન્ફોટેનમેન્ટનું રૂપિયા 5,000 કરોડ રોકાણ કરવાનો મેગા રોડમેપ

 હૈદરાબાદ (06 ઓગસ્ટ 2026):ક્રિએટીવ, આર્ટ અને ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ એ દેશની ઓરેન્જ ઈકોનોમીનું નવું ભવિષ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરેન્જ ઈકોનોમી વિઝનને વેગ આપવા માટે મોરંજન અને ડિજિટલ મીડિયા સેક્ટરની દિગ્ગજ કંપની ગ્રેડિએન્ટ ઈન્ફોટેનમેન્ટે મોટી જાહેરાત કરી છે. ઓરેન્જ ઈકોનોમી વિઝનને વેગ આપવાના ઉદ્દેશથી કંપની તબક્કાવાર રીતે રૂપિયા 5,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે.

હૈદરાબાદમાં યોજાયેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ મહત્વકાંક્ષી યોજનાના પ્રથમ તબક્કાને મંજૂરી આપી છે. આ પ્રથમ તબક્કા અંતર્ગત કંપની કન્ટેન્ટ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે 110 મિલિયન ડોલર (આશરે રૂપિયા 1,050 કરોડ)નું ભંડોળ એકત્રિત કરશે.

 આ પ્રસંગે ગ્રેડિએન્ટ ઈન્ફોટેનમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર (MD) ડો.વિમલ રાજ માથુરે જણાવ્યું હતું કે “ભારતને વૈશ્વિક હબ બનાવવા દેશની કલા અને ડિજિટલ કન્ટેન્ટને વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા અને નવી રોજગારી સર્જન માટે આ રૂપિયા 5,000 કરોડનું રોકાણ એક ગેમ-ચેન્જર સાબિત થશે. દેશમાં જારી ડિજિટલ ક્રાંતિ વચ્ચે ઓરેન્જ ઈકોનોમી આગામી સમયમાં આર્થિક પ્રગતિનું સૌથી મોટું માધ્યમ બનશે. ખાસ કરીને ધ્યાન આપવા બાબત એ છે કે આફ્રિકા અને યુરોપના ઉભરતા બજારોમાં ભારતીય કન્ટેન્ટની મજબૂત પકડ બનાવવા પર છે.

200 નવા પ્રોજેક્ટના નિર્માણની કરી જાહેરાતઃ

કંપનીએ તેના કન્ટેન્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જેમાં રૂપિયા 15 કરોડના બજેટથી 100 વર્ટીકલ માઈક્રો-ડ્રામા મોબાઈલ એપ્સ, સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ્સ પર શોર્ટ-ફોર્મ કન્ટેન્ટની માંગણીને પૂરી કરવા માટે 100 વર્ટીકલ્સ માઈક્રો-ડ્રામા બનાવવામાં આવશે. ભારત, યુરોપ અને આફ્રિકાની લોકેશન્સ પર શૂટ થનાર આ પ્રોજેક્ટથી 31 માર્ચ 2027 સુધી કંપનીને આશરે રૂપિયા 25 કરોડની આવક મળવાની આશા છે.

રૂપિયા 50 કરોડના બજેટથી ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય મ્યુઝીક પ્લેટફોર્મ્સ પર પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે 100 નવા મ્યુઝીક વીડિયો તૈયાર કરવામાં આવશે. આ માટે રૂપિયા 50 કરોડના બજેટને મંજૂર કરવામાં આવેલ છે. કંપનીને અંદાજ છે કે નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં તેનાથી આશરે રૂપિયા 75 કરોડની કમાણી થશે.

 એકંદરે કંપની આ બન્ને પ્રોજેક્ટ્સ પર રૂપિયા 65 કરોડનું રોકાણ કરશે અને નાણાકીય વર્ષ 2027ના અંત ભાગ સુધીમાં કુલ રૂપિયા 100 કરોડની આવકનો લક્ષ્યાંક ધરાવે છે.

ડો.માથુરનું કહેવું છે કે મોટા પ્રમાણમાં રોકાણ કરવાથી ભારતીય ક્રિએટર્સ માટે રોજગારીનું સર્જન કરવાની નવી ગત સર્જાશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ સ્તર પર ‘બ્રાન્ડ ઈન્ડિયા’નો દબદબો વધારે મજબૂત થશે.

આ એક એવુ એન્ટરનેઈનમેન્ટનું સુપરમાર્કેટ બનાવવા ઈચ્છે છે,જ્યાં ફિલ્મો,OTT, ફેશન, જાહેરાત, મ્યુઝીક અને લાઈવ ઈન્વેન્ટ્સ તમામ એક જ જગ્યાએ મળી શકે.આ રૂપિયા 5000 કરોડના રોકાણથી કંપની વિશ્વના ક્રિએટીવ મેપ પર ‘બ્રાન્ડ ભારત’ની ઈમેજને વધારે મજબૂત કરવા ઈચ્છે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)