મુંબઈ: બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં લીડર એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (EOGEPL)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે  અત્યાર સુધીની સૌથી વધુ આવક ₹219 કરોડ કરી હતી, જે વાર્ષિક ધોરણે 54 ટકા વધારે છે. EBIDTA વાર્ષિક ધોરણે 100% વધીને ₹171 કરોડ, અને PAT ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 273 ટકા વધીને ₹97 કરોડ થયો હતો.

નાણાકીય વર્ષ 2022-23ના 9 મહિનામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 113 ટકા વધીને ₹696 કરોડ થઈ હતી. એની EBIDTA ₹552 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 228 ટકા વધી છે. કંપનીએ એનો અત્યાર સુધીનો સૌથી વધુ PAT ₹284 કરોડ કર્યો છે, જ્યારે ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં -11 કરોડની ખોટ કરી હતી. એસ્સારે EBIDTA માર્જિન 80 ટકા હાંસલ કર્યું છે, જેમાં 27 ટકાનો વધારો થયો છે.

એસ્સાર કેપિટલ અને EOGEPLનાં ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું કે, અમે ભારતનું ગેસ ઉત્પાદન વધારીને આગામી દાયકામાં ગેસ-આધારિત અર્થતંત્ર બનવાના ભારતના વિઝનમાં પ્રદાન કરવા કટિબદ્ધ છીએ.

EOGEPLનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પંકજ કાલરાએ  કહ્યું કે, કંપનીએ ફિલ્ડ અપગ્રેડેશનની ચાવીરૂપ પ્રાથમિકતાઓ પર અને આંતરિક વપરાશમાં વધુ ઘટાડો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે. જે ખર્ચને સંપૂર્ણપણે તાર્કિક બનાવવા કામ કરશે, તો સાથે સાથે કંપનીના વેચાણમાં વધારો પણ કરશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

Particulars3 months ended9 months ended
3Q FY23 (In crores)3Q FY22 (In crores)YoY9M FY23 (In crores)9M FY22 (In crores)YoY
Total Revenue from operations21914254%696327113%
EBIDTA1718699%552168228%
EBIDTA Margin78%60%18%79%52%27%
Net profit / (Loss) for the period9726273%284-11
Net Profit margin30%19%11%41%