છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ વધીને $847.81 અબજ નજીક પહોંચી

નવી દિલ્હીઃ બેન્કરપ્ટ થયેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTXના ભૂતપૂર્વ CEO સેમ બેન્કમેન-ફ્રાઈડની બહામાસમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી સરકારની અરજીના આધારે બહામાસ પોલીસે SBFની ધરપકડ કરી છે. અમેરિકી રેગ્યુલેશન્સનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. બેન્કમેન-ફ્રાઈડ ગયા મહિને FTX બંધ થયા બાદ ફોજદારી તપાસ હેઠળ છે. યુએસ અને બહામાસના અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. કંપનીએ નવેમ્બરમાં નાદારી માટે અરજી કરી હતી. યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બહામાસ સત્તાવાળાઓએ અમેરિકી સરકારની અરજી પર સેમ્યુઅલ બેન્કમેન-ફ્રાઈડની ધરપકડ કરી હતી.

એસએફબીએ તમામ આરોપો બાઈનાન્સના સીઈઓ પર લગાવ્યાં

એસએફબી પર સ્ટેબલ કોઈન ટેથર ક્રેશ કરવામાં ગેરકાયદે સંડોવણી હોવાનો આરોપ હતો. એસએફબીએ આ આરોપને પાયાવિહોણો ગણાવતા જણાવ્યું હતુ કે, મેં ક્યારેય ટેથરની કિંમતમાં જાતે કે થર્ડ પાર્ટીની મદદથી ગેરકાયદે વધ-ઘટ કરવા પ્રયાસ કર્યો નથી. બાઈનાન્સના સીઈઓ CZ એ $250,000ના ટ્રેડિંગ સંબંધિત આ આરોપો લગાવ્યા છે. જો કે, તે Tetherની કિંમત પર કોઈ વાસ્તવિક અસર કરી શકે નહીં. બાઈનાન્સના સીઈઓ મને ફસાવવા માગે છે. જ્યારે બાઈનાન્સે આ મામલે પોતાની કોઈ સંડોવણી ન હોવાનો દાવો કર્યો છે. ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા 24 કલાકમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટની માર્કેટ કેપ 1 ટકાથી વધી $847.81 અબજ થઈ હતી. કુલ ટ્રેડિંગ વોલ્યૂમ 15 ટકા વધી $33.47 બિલિયન થયાં છે.