ગુરુવારે ગ્રામદીઠ રૂ. 60100ના સ્તરે નોંધાયુ હતું, અઢી માસમાં સોનું 6.18 ટકા વધ્યું

અમદાવાદઃ અમદાવાદ હાજર બજારમાં ગુરુવારે સોનાનો ભાવ રૂ.500 ઉછળી રૂ. 60100ની સપાટીએ સ્પર્શી ગયો હતો. જ્યારે ચાંદી કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ સ્થિર રહી હતી. અમેરિકામાં શરૂ થયેલી બેન્કિંગ કટોકટી યુરોપ સુધી પ્રસરી  છે. ક્રેડિટ સુઈસ પણ નાદાર થવાના અહેવાલોના પગલે તેના શેર્સ સહિત યુરોપિયન બેન્કોના શેર્સ 11 ટકાથી વધુ તૂટ્યા હતા. વર્તમાન સ્થિતિને જોતાં આગામી ટૂંકસમયમાં હાજર બજારમાં સોનુ રૂ. 62 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચે તેવી વકી કોમોડિટી નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

શેરબજારોમાં નેગેટિવ સામે સોનામાં સોનેરી રિટર્ન

ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન સેન્સેક્સે 5.23 ટકા નેગેટિવ રિટર્ન નોંધાવ્યું છે. તેની સામે સોનામાં 6.18 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. જોકે, ચાંદી રૂ. 67500ના મથાળે જ સુસ્ત રહી છે.

વિગત30-12-2316-3-23તફાવત
સેન્સેક્સ60840.7457634.84-5.23 ટકા
નિફ્ટી18105.3016985.60-6.12 ટકા
ગોલ્ડ 5660060100 +6.18
સિલ્વર 6750067500 00
ડોલર/ રૂપિયો82.7182.73+0.02