EV- વાહન વેચાણમાં નોન -મેટ્રો શહેરોએ દર્શાવી 141% ની વૃદ્ધિઃ જસ્ટ ડાયલ
અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલના (EV) બજારમાં હાલના વર્ષોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે,જેના મુખ્ય પરિબળો છે સરકારી પ્રોત્સાહનો, વધતી જાગરૂકતા અને EV ટેક્નોલોજીમાં પ્રગતિનું સંયોજન. છેલ્લા ત્રણ વર્ષનો સેલ્સ ડેટા, સતત વૃદ્ધિ સાથે આ વલણને પ્રતિબિંબિત કરે છે. FADA અનુસાર, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનો વાર્ષિક બજાર હિસ્સો, માર્ચ 2022માં 1.3% ની સરખામણીમાં માર્ચ 2023માં બમણો થઈને 2.6% થયો. 2023-24માં, ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું એકંદર વેચાણ, નાણાંકીય વર્ષ 23 માં વેચાયેલા 47,551 યુનિટની સરખામણીમાં 91% જેટલો વધીને 90,996 યુનિટ થયું. નાણાંકીય વર્ષ 2025 ના પાંચ મહિનામાં જ, EV રિટેલ સેલ્સ 733,000 યુનિટ્સ પર પહોંચી ગયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના કુલ 1.68 મિલિયન યુનિટના 43% જેટલું છે. આ નિરંતર વૃદ્ધિ સમગ્ર ભારતમાં ક્લીનર મોબિલિટી સોલ્યુશન્સ પ્રત્યે ગ્રાહકોની વધતી રુચિને રેખાંકિત કરે છે.
જાન્યુઆરી 2023 થી ઓગસ્ટ 2024 સુધી, આ વલણમાં પરિવર્તન જોવા મળ્યું, જ્યાં નોન-મેટ્રો શહેરોમાં મેટ્રો શહેરોની 71% વૃદ્ધિની તુલનામાં 141% નો વધારો જોવા મળ્યો. 379% ના અદભુત વધારા સાથે ઈન્દોર ચાર્ટમાં સૌથી ઉપર છે, જેના પછી ચાર્ટમાં પટના (230%) અને સુરત (143%) જોવા મળે છે. ચેન્નાઈ (368%) અને કોલકાતા (114%) જેવા મેટ્રો શહેરોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જોકે મેટ્રો શહેરોમાં એકંદર વધારો 71% જેટલો હતો.ઈલેક્ટ્રિક વાહનોના ડીલરોએ દેશભરમાં 151% વૃદ્ધિ નોંધાવી, જેમાં દિલ્હી 146% સાથે આગળ છે, જ્યારે ઇલેક્ટ્રિક બસના ઉત્પાદકોએ 142% વૃદ્ધિ નોંધાવી છે. ભાડા પર ઇલેક્ટ્રિક બાઇકની સર્ચ 97% વધારો થયો છે, જેમાં કોલકાતામાં 167% અને ત્યારબાદ પુણે (123%) અને મુંબઈ (91%) માં વધારો જોવા મળ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)