માર્કેટ લેન્સ: NIFTYની 24000 તરફની આગેકૂચનો આશાવાદ, વેલ્યૂ બાઇંગ કન્ટિન્યૂ કરો

નિફ્ટીમાં 23650 ઝોનમાંથી તીવ્ર ઇન્ટ્રાડે રિકવરી જોવા મળી હતી, જે 15 જૂનના રોજ રચાયેલા ગેપ એરિયા અને એપ્રિલ અને જૂનના અગાઉના સ્વિંગ લોને જોડીને ખેંચાયેલી વધતી સપોર્ટ ટ્રેન્ડલાઇન સાથે સુસંગત છે. પાછલા 5 ટ્રેડિંગ સત્રો (ખાસ કરીને 17 જુલાઈના હાયર લેવલથી)માં લગભગ 750 પોઈન્ટના તીવ્ર ઘટાડા પછી, નિફ્ટી ઓવરસોલ્ડ દેખાય છે અને 23870 23970 ઝોન તરફ અપમૂવ માટે તૈયાર હોવાનું ટેકનિલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો જણાવે છે.

Stocks to Watch:NTPC, Tata Consumer Products, Jindal Steel, REC, Bank of Baroda, Bank Of India, IDFC First Bank, DCB Bank, AU Small Finance Bank, Lodha Developers, Vedant Fashions, Zen Technologies, Landmark Cars, Waaree Renewable Tech, Gujarat Ambuja Exports, Laxmi Organic, Pricol, Azad Eng

અમદાવાદ, 27 જુલાઇઃ નવા સપ્તાહની શરૂઆત પ્રાઇમરી માર્કેટમાં આશરે રૂ. 12000 કરોડના આઇપીઓની એન્ટ્રી સાથે થઇ રહી છે. સામે સેકન્ડરી માર્કેટમાં નિફ્ટી 24000 તરફ આગેકૂચ કરે અને રોકાણકારોને વેલ્યૂ બાઇંગનો મોકો મળે તેવો આશાવાદ બજાર પંડિતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

સોમવારે સપ્તાહની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ સેવાય છે. કારણકે વહેલી સવારે ગિફ્ટ નિફ્ટી 120 પોઇન્ટ આસપાસના ઉછાળે 23945 પોઇન્ટ આસપાસ રમી રહ્યો હતો. જોકે, જે રીતે રેગ્યુલર જોવા મળે છે તેમ શરૂઆતી સુધારા બાદ રિકવરીની ટકાઉપણું જોવાનું મુખ્ય પરિબળ રહેશે. ઉપર તરફ, નિફ્ટી 23900- 24000 ઝોનમાં રેઝિસ્ટન્સનો સામનો કરી શકે છે, અને આ રેન્જથી ઉપર સતત ચાલ વધુ તેજીનું કારણ બની શકે છે. નીચે તરફ, મહત્વપૂર્ણ સપોર્ટ ૨૩,૬૦૦ પર મૂકવામાં આવ્યો છે, જે શુક્રવારનું નીચું લેવલ છે.

નિફ્ટીમાં 23650 ઝોનમાંથી તીવ્ર ઇન્ટ્રાડે રિકવરી જોવા મળી હતી, જે 15 જૂનના રોજ રચાયેલા ગેપ એરિયા અને એપ્રિલ અને જૂનના અગાઉના સ્વિંગ લોને જોડીને ખેંચાયેલી વધતી સપોર્ટ ટ્રેન્ડલાઇન સાથે સુસંગત છે. પાછલા 5 ટ્રેડિંગ સત્રો (ખાસ કરીને 17 જુલાઈના હાયર લેવલથી)માં લગભગ 750 પોઈન્ટના તીવ્ર ઘટાડા પછી, નિફ્ટી ઓવરસોલ્ડ દેખાય છે અને 23870 23970 ઝોન તરફ અપમૂવ માટે તૈયાર હોવાનું ટેકનિલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો જણાવે છે.

બેન્ક નિફ્ટીએ બજારના વ્યાપક ટ્રેન્ડને ટેકો આપ્યો અને દિવસનો અંત પોઝિટિવ નોટ પર કરવા સાથે શૂક્રવારે, ચાર દિવસના ઘટાડાનો દોર તોડી નાખ્યો હતો. એપ્રિલ અને જૂનના નીચા લેવલથી વધતી સપોર્ટ ટ્રેન્ડલાઇનથી ખરીદીનો રસ ઉભરી આવ્યો, જેના કારણે બેન્ક નિફ્ટી 200-દિવસના મૂવિંગ એવરેજ (56,497)ની ઉપર બંધ થયો. ટૂંકમાં શુક્રવારથી શરૂ થયેલ ઉછાળો 57,400-57,500 ઝોન તરફ લંબાય તેવી શક્યતા છે.

RESULTS TODAY:Coal India, Bharat Electronics, Tata Power Company, Tata Chemicals, Indus Towers, Canara Bank, Coforge, Balaji Amines, Capri Global Capital, Emkay Global Financial Services, Godfrey Phillips India, Gravita India, Happiest Minds Technologies, Home First Finance Company India, P N Gadgil Jewellers, R R Kabel
SME ListingGulf Lloyds
Stocks Trade Ex-DividendWipro, DLF, Persistent, Tata Capital, Amara Raja Energy, Birla Cable, Crisil, Deepak Nitrite, Everest Ind, KCP, Universal Cables, Vindhya Telelinks

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)