મુંબઈ, 5 જુલાઈ: વૈવિધ્યસભર બિઝનેસ ગ્રુપ લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે તેમની પ્રથમ ઓનલાઈન લેબ સાથે ભારતમાં જીનોમ ટેસ્ટિંગને અગ્રેસર બનાવવા માટે સંપૂર્ણ માલિકીની નવી પેટાકંપની – લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેક – લોન્ચ કરી છે. કંપની કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ જેવા રોગો માટે ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓ સાથે પણ સહયોગ કરશે. તે પાંચ વર્ષમાં રૂ. 100 કરોડની આવક મેળવવા માટે રૂ. 20 કરોડનું પ્રારંભિક રોકાણ કરશે.

લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેકની શરૂઆત સાથે, કંપની તેની બ્રાન્ડ MyDNA દ્વારા જીનોમ ટેસ્ટિંગ માટે લાળ-આધારિત તકનીક પણ રજૂ કરી રહી છે, જે 99% ચોકસાઈવાળા પરિણામો આપે છે. કંપનીની વેબસાઈટ દ્વારા, લોકો જીનોમ ટેસ્ટિંગ કીટ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સચ્ચિદાનંદ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “જીનોમ ટેસ્ટિંગ એ ભારતમાં હેલ્થકેરમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા સાથેનું એક આકર્ષક નવું ક્ષેત્ર છે. લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેક કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર, ડાયાબિટીસ અથવા વારસાગત સ્થિતિ જેવા રોગો માટે પ્રારંભિક તપાસ, સ્ક્રીનિંગ અને પર્સનાઈઝ્ડ ઈન્ટરવેન્શન માટે પ્રિવેન્ટિવ જીનોમિક ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

નવી પેટા કંપની દેશભરના 48 શહેરોમાં સુલભ અને સસ્તું જીનોમ ટેસ્ટિંગ ઓફર કરવાનું લક્ષ્ય રાખશે. પ્રારંભિક ધ્યાન આગામી 3-4 વર્ષમાં મેટ્રો અને ટિયર 1 શહેરો અને પછી ટિયર 2 અને ટિયર 3 નગરો પર રહેશે.

લોર્ડ્સ માર્ક માઇક્રોબાયોટેકના સીઇઓ સુબોધ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે પ્રારંભિક તપાસ, સ્ક્રીનિંગ અને પર્સનાઈઝ્ડ ઇન્ટરવેન્શન માટે પ્રિવેન્ટિવ જીનોમિક ટેસ્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ફોકસ ફાર્માકોજેનોમિક્સ પર પણ રહેશે જે દવાની પસંદગી અને ડોઝને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે.