જિયોબ્લેકરોક AMC 17 ઓગસ્ટથી તેની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રેગ્યુલર પ્લાન્સ ઓફર કરશે

મુંબઈ, 18 ઓગસ્ટ, 2026: જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (JFSL) અને બ્લેકરોક વચ્ચેના 50:50ના સંયુક્ત સાહસ (JV), જિયો બ્લેકરોક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ) એ જાહેરાત કરી છે કે તે 17 ઓગસ્ટ, 2026થી તેની તમામ પાત્ર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રેગ્યુલર પ્લાન્સ રજૂ કરશે.

તેના મ્યુચ્યુઅલ ફંડ વ્યવસાયની શરૂઆતથી જ, જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટે રોકાણકારો માટે સરળ અને ડિજિટલ રોકાણનો અનુભવ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રેગ્યુલર પ્લાન્સની રજૂઆત સાથે, રોકાણકારો હવે રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રબ્યુટર્સ દ્વારા પણ રોકાણ કરી શકશે, જેનાથી તેમને જિયોબ્લેકરોકની રોકાણ ઓફર્સ સાથે જોડાવા અને તેનો લાભ મેળવવામાં વધુ વિકલ્પો મળશે.

જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિદ સ્વામિનાથને જણાવ્યું હતું કે: “જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટ ખાતે, અમારો ઉદ્દેશ્ય સરળ, સુલભ અને રોકાણકાર-કેન્દ્રિત સમાધાનો દ્વારા નાણાકીય બજારો દ્વારા ઓફર કરવામાં આવતી વૃદ્ધિની તકોમાં રોકાણકારોને સહભાગી થવામાં મદદ કરવાનો છે. એસઆઈએફ પ્લેટફોર્મ હેઠળ તાજેતરમાં લોન્ચ કરાયેલા અમારા પ્રિઝમ હાઇબ્રિડ લોંગ-શોર્ટ ફંડમાં જોવા મળેલો મજબૂત રસ, વિશિષ્ટ રોકાણ સમાધાનો માટે રોકાણકારોની વધતી માગને પ્રતિબિંબિત કરે છે. જેમ જેમ અમે અમારી પ્રોડક્ટ ઓફરિંગનો વિસ્તાર કરી રહ્યા છીએ, તેમ તેમ અમે વિતરકો સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જે અમારા હાલના માધ્યમોને પૂરક બનશે અને વધુ રોકાણકારો સુધી અમારા સમાધાનો પહોંચાડવામાં મદદ કરશે.”

જિયોબ્લેકરોક એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર રાજીવ છાબ્રિયાએ જણાવ્યું હતું કે: “રોકાણકારોમાં વધતી જાગૃતિ, વધતી જતી સહભાગિતા અને શહેરો તથા નગરોમાં ઊંડા પ્રવેશને કારણે ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશી રહ્યો છે. આ ઉત્ક્રાંતિના કેન્દ્રમાં વિતરકો હંમેશાં રહ્યા છે, જે સમગ્ર દેશમાં નવા રોકાણકારો સુધી રોકાણને પહોંચાડવામાં મદદ કરે છે. રેગ્યુલર પ્લાન્સની રજૂઆત દ્વારા, અમે વિતરકો સાથે અર્થપૂર્ણ અને લાંબા ગાળાની ભાગીદારી બનાવવા માટે આતુર છીએ, સાથે જ અમારા રોકાણ સમાધાનોને રોકાણકારોના વિશાળ વર્ગ માટે સુલભ બનાવી રહ્યા છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)