MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24517- 24462, રેઝિસ્ટન્સ 24623- 24694
અમદાવાદ, 20 ઓગસ્ટઃ સોમવારે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ રહેવા છતાં માર્કેટ છેલ્લે ફ્લેટ બંધ રહ્યું હતું. જોકે, સ્ટોક સ્પેસિફિક હિલચાલ વધુ રહી હતી. નિફ્ટીએ પણ 24400ની તેની સપોર્ટ લેવલને જાળવી રાખવા સાથે 20-ડે એવરેજ લેવલની આસપાસ જ બંધ આપ્યું છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ માટે વધુ અને કરેક્શન માટે ઓછાં ચાન્સિસ જણાય છે. ઉપરમાં નિફ્ટી 24800- 24850 પોઇન્ટ સુધી સુધરવાના ચાન્સિસ બાદ 25000 પોઇન્ટની સાયકોલોજિકલ- જાદૂઇ સપાટી ક્રોસ થઇ શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે. આરએસઆઇએ તેની એવરેજ લાઇનને ક્રોસ કરી છે અને પોઝિટિવ મોમેન્ટમ સાથે અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સુધારાની ચાલનો સંકેત આપી રહ્યા છે.
નિફ્ટીઃ સપોર્ટ 24517- 24462, રેઝિસ્ટન્સ 24623- 24694
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 50192- 50015, રેઝિસ્ટન્સ 50637- 50905
સ્ટોક્સ ટૂ વોચઃ INDIGO, OLAELE, ZOMATO, MAZDOCK, HINDZINC, HDFCBANK, TATASTEEL, MOREPEN, SUZLON, FSL, SBIN, BAJAJFINANCE, DALBHARAT, EICHER
સેક્ટર્સ ટૂ વોચઃ સિલેક્ટિવ ટેકનોલોજી, આઇટી, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, મેટલ્સ, ઓઇલ, ગ્રીન એનર્જી
GIFT નિફ્ટી ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની સકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 24,665 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય ઇક્વિટી સૂચકાંકો 19 ઓગસ્ટના રોજ રેન્જબાઉન્ડ સેશનમાં ફ્લેટ સમાપ્ત થયા હતા. બંધ સમયે, સેન્સેક્સ 12.16 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 80,424.68 પર હતો અને નિફ્ટી 31.50 પોઈન્ટ અથવા 0.13 ટકા વધીને 24,572.70 પર હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ તેમની ખરીદી લંબાવી હતી કારણ કે તેઓએ 19 ઓગસ્ટના રોજ રૂ. 2,667 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ તે જ દિવસે રૂ. 1802 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)