મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 58,886 સોદાઓમાં કુલ રૂ.3,418.83 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,792ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,875 અને નીચામાં રૂ.55,780ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.55,829ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.84 વધી રૂ.44,587 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,520ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,700ના ભાવે ખૂલી, રૂ.136 વધી રૂ.55,777ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,349ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,675 અને નીચામાં રૂ.68,287ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.575 વધી રૂ.68,548ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.535 વધી રૂ.68,605 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.517 વધી રૂ.68,575 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી સુધારો, નેચરલ ગેસ પણ વધ્યું

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 8,170 સોદાઓમાં રૂ.1,371.69 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.60 ઘટી રૂ.212.20 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.50 ઘટી રૂ.280ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.60 ઘટી રૂ.764.95 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 34,376 સોદાઓમાં કુલ રૂ.1,778.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,403 અને નીચામાં રૂ.6,305ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.63 વધી રૂ.6,393 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.30 વધી રૂ.313.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે 200 સોદાઓમાં રૂ.10 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.40 ઘટી રૂ.1049.40 થયો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,71,210 સોદાઓમાં કુલ રૂ.19,754.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6578.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13159.3 કરોડનો હતો.